ઝાલાવાડમાં 19 દારૂના ઠેકાણા પર દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરતમાંલઠ્ઠાકાંડમાં 20થી વધુ વ્યકિતઓના મોત થતા સમગ્ર રાજયમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ગૃહ વિભાગોમાંથી આદેશો છૂટતા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પોલીસે દારૂની બદીને નાથવા કવાયત હાથ ધરી હતી. જેમાં ધ્રાંગધ્રા, મૂળી અને ચોટીલા પંથકમાં પોલીસે દરોડા કરી દેશી, વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો પકડી પાડ્યો હતો.

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા સિટી પીઆઇ જી.કે.સાણજા, પીએસઆઇ એ.બી.ગોહિલ, પંકજભાઇ, ભૂપતભાઇ, ભાવસારભાઇ, ડાયાલાલ સહિતનાઓએ અલગ-અલગ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી દરોડા કર્યા હતા. જેમાં હાઉસીંગ વિસ્તારમાં મદીનાબેનને ત્યાંથી બિયરની બોટલ, મોચીવાડમાંથી અજુ જુમાભાઇ માણેકને ત્યાંથી દેશી દારૂ, બિયરના 5 ટીન મળી આવ્યા હતા. ઉપરાંત હાઉસિંગ બોર્ડમાંથી નૂરઅલીભાઇ અયુબભાઇ પાસેથી દેશી દારૂનો આથો 300 લીટર, માજી સૈનિક સોસાયટીમાંથી સુખદેવસિંહ મહિપતસિંહ ઝાલા પાસેથી દેશી દારૂ 10 લીટર, વાલબાઇની જગ્યા પાસેથી હિદાયતભાઇ દિલાવરભાઇ પાસેથી દેશી દારૂ 10 લીટર, સોની બજાર પાસેથી પીન્ટુ ઉર્ફે ગંભીરસીંહ મનુભા જાડેજા પાસેથી વિદેશી દારૂની 1 બોટલ, નાની બજારમાંથી અક્રમભાઇ ઇબ્રાહીમભાઇ મીર પાસેથી વિદેશી દારૂની 1 બોટલ મળી આવી હતી. ઉપરાંત તાલુકા પીએસઆઇ ડી.બી.બસીયા, સાગરભાઇ, ગજુભા, મગનલાલ, સાહીલખાન સહિતનાઓએ રાજપર ગામેથી હરેશભાઇ ભૂપતભાઇને 10 લીટર દેશી દારૂ અને 400 લીટર આથા સાથે ઝડપી લીધા હતા. જયારે મોટી માલવણ ગામે બચુભાઇ ગાંડાભાઇ પાસેથી 5 લીટર દેશી દારૂ અને 900 લીટર આથા સહિત ભઠ્ઠીનો સામાન જપ્ત કરાયો હતો. જયારે રતનપર ગામેથી મુકેશભાઇ પાસેથી 300 લીટર દેશી દારૂ ઝડપાયો હતો.

મૂળી : મૂળી પીએસઆઇ અજયસિંહ પરમાર સહિતના સ્ટાફે ઉમરડા ગામે 600 લીટર આથા સાથે પ્રતાપભાઇ ધનજીભાઇ, મૂળીના કોળીપરામાંથી ચંદુભાઇ સવશીભાઇને 1200 લીટર આથો, ગોદાવરીથી જીવાભાઇ રણછોડભાઇને 400 લીટર દેશી દારૂનો આથો, આસુબેન મનસુખભાઇને 400 લીટર આથા સાથે ધર્મેન્દ્રગઢથી ઝડપી લીધા હતા.

ચોટીલા : ચોટીલા પીએસઆઇ પી.જી.ગોહિલ, મુકેશભાઇ જમોડ, દેવેન્દ્રભાઇ રાવલ, તેજસભાઇ પટેલ સહિતનાઓએ ચોટીલાના ડાકવડલા ગામની સીમમાં દરોડો પાડયો હતો. જેમાં વિજયભાઇ લઘરાભાઇ કોળીને 2800 લીટર દેશીદારૂનો આથો, ખાટડીમાં ગભરૂભાઇ નાઝભાઇને 1600 લીટર આથો, નાળીયેરી ગામેથી ભાનુબેન રઘુભાઇ કોળીને 600 લીટર આથા સાથે ઝડપી લીધા હતા. જયારે નાળીયેરીના ભીમાભાઇ રતનાભાઇ ઝાંપડીયા અને છગનભાઇ રતનાભાઇ પાસેથી પણ 600 લટર દેશી દારૂ ઝડપાયો હતો.

ધ્રાંગધ્રા, મૂળી અને ચોટીલા પંથકમાંથી દારૂ, બિયર સહિતનો મુદ્દામાલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...