તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસર્જનમાં ડૂબી જતા 2ના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાંબાળા ગામના તળાવ પાસે ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા આધેડનું મોત થવાની ઘટના બની હતી. જ્યારે લીંબડીમાં પણ વિસર્જન ટાણે રામસાગર તળાવમાં ડૂબી જતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું.

સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગુરૂવારના દિવસે છેલ્લો દિવસ હોય અનેક મંડળો ગણેશ વિસર્જન માટે વાજતે ગાજતે નીકળતા શહેરના રસ્તાઓ જામ થઇ ગયા હતા. એક તરફ વિસર્જનને કારણે ભકિતનો માહોલ હતો. જયારે બીજી બાજુ સર્વોદય સોસાયટીમાં રહેતા પરીવારે મોભી ગુમાવતા પરીવાર પર આભ ફાટયુ હતુ. બનાવ અંગે મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં આવેલી સર્વોદય સોસાયટીના બાજુમાં રહેતા લોકોએ પોતાના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરી હતી. તેઓ વિસર્જન માટે બાળા ગામના તળાવ પાસે ભરાયેલા પાણીમાં ગયા હતા. દરમિયાન 45 વર્ષના જશવંતભાઇ નરશીભાઇ કાવઠીયા પાણીના કાદવમાં ખૂચી ગયા હતા. તમામ લોકો આવી ગયા બાદ પણ તેઓ આવતા સાથીદારોને અજુગતુ બન્યાની ખબર પડી હતી. આથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અનુભા ઝાલા, હસુભા, સંજયભાઇ અને ગોપાલભાઇ સહિતની પાલિકાની ટીમ બાળા ગામે દોડી પહોચી હતી. અને જશવંતભાઇનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

લીંબડીના ગોલેતર પા વિસ્તારમાંથી ભાવિકો વાજતે-ગાજતે ગણપતિ વિસર્જનની શોભાયાત્રા લઇ નીકળ્યા હતા. શહેર મધ્યમાં આવેલ દોલતસાગર વર્ષે ખાલી હોવાથી નગરજનો ગણેશજીની મૂર્તિ વિસર્જન નેશનલ હાઇવે પર આવેલા રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવાનું આયોજન કરાયુ હતું. ગોલેતર પા વિસ્તારમાંથી ગણપતિ વિસર્જન કરવા આવેલા ગણપતભાઇ ઉર્ફે ચકૂભાઇનો 16 વર્ષનો પુત્ર ધર્મેશભાઇ ઉફેઁ ગટુ વિસર્જન દરમ્યાન ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા યુવાનનું ઘટના સ્થળે મોત થયુ હતું. દુર્ઘટનાથી વિસર્જનમાં દોડધામ મચી ગઇ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલમાં ખસેડાયો હતો.

સુરેન્દ્રનગરના બાળા તળાવ અને લીંબડી શહેરની ઘટના

અન્ય સમાચારો પણ છે...