• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર લખતરનારાજવીએ લખતરના લોકોને પીવા તથા ન્હાવા ધોવા માટે પાણી મળી રહે ત

ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર લખતરનારાજવીએ લખતરના લોકોને પીવા તથા ન્હાવા-ધોવા માટે પાણી મળી રહે તે માટે મોતીસર તળાવ બનાવ્યુ હતુ. તળાવની બાજુમાં ગઢની રાંગ પાસેથી રસ્તો પસાર થાય છે.તળાવ અને...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર શહેરના લોકોને પીવા તથા ન્હાવા-ધોવા માટે પાણીનો કોઇ દિવસ તૂટો આવે તે માટે લખતરના રાજવીએ મોતીસર તળાવનું નિર્માણ કર્યુ હતુ. મોતીસર તળાવની પાળ પર સંરક્ષણ દીવાલ પણ બનાવવામાં આવી છે. તળાવની સામે આવેલ ગઢની રાંગની સાથો સાથે રસ્તો પણ પસાર થાય છે. રસ્તા અને તળાવ વચ્ચે બનાવવામાં આવેલ દીવાલ છેલ્લા થોડા સમયથી તૂટી ગઇ છે. 15 વર્ષ પહેલા સંરક્ષણ દીવાલ તૂટતા ગ્રામ પંચાયત દ્વારા નવી બનાવવામાં આવી હતી. પરંતુ ફરીથી છેલ્લા થોડા દિવસોથી દીવાલ તૂટતા લખતરના લોકો અને રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે.આ અંગે લખતરના હરીશભાઇ સોલંકી, ગિરિરાજસિંહ ઝાલા સહિતનાઓએ રોષ સાથે જણાવ્યુ કે, લખતરના ઐતિહાસિક મોતીસાર તળાવની સંરક્ષણ દીવાલ તૂટી જતા તેની બાજુના ગઢની રાંગ પાસેના રસ્તેથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પ્રશ્ન તુરંત લક્ષમાં લઇ તળાવની દીવાલ તાકિદે રીપેર કરાવાય તેવી લોકમાંગ ઉઠી છે.
લખતરના મોતીસર તળાવ કાંઠે આવેલ સંરક્ષણ દીવાલ તૂટતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
દીવાલ તાકિદે રીપેર કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી
લખતર તળાવની જર્જરીત પાળથી લોકોમાં સતાવતો દુર્ઘટનાનો ભય !