તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • પાણી પુરવઠાના બીલ પાસ કરવા માટે નોલીના સરપંચને ગ્રામજનની ધમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી પુરવઠાના બીલ પાસ કરવા માટે નોલીના સરપંચને ગ્રામજનની ધમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલાતાલુકાના નોલી ગામના સરપંચને ગામના એક શખ્સે પાણી પુરવઠાના બાકી બિલોમાં સહી કરાવવા અને સાંથણીની જમીન બાબતે બોલાચાલી કરી ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સાયલા પોલીસ મથકે ગુનો નોંધાવી સરપંચ સહિતના ગામના 50થી વધુ આગેવાનોએ જિલ્લા પોલીસ વડા પાસે રક્ષણની માંગણી કરી છે.

સાયલા તાલુકાના નોલી ગામની 2600ની વસ્તી છે. ગામના સરપંચ મનુભાઇ ઉગાભાઇ સોલંકીને ગામના ઉદયભાઇ મનુભાઇ ખાચરે પાણી પુરવઠાના બાકી બિલ પાસ કરાવવા માટે સહી કરવા અને સાંથણીની જમીન બાબતે બોલાચાલી કરી હતી. જેમાં સરપંચને જાતિ અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે સાયલા પોલીસ મથકે નોલી ગામના સરપંચે કાઠી શખ્સ સામે ગુનો નોંધાવ્યો છે. ગુનાની વધુ તપાસ એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક આઇ.કે.ચૌહાણ ચલાવી રહ્યા છે. ત્યારે બનાવમાં સરપંચને જીવનું જોખમ હોઇ તેઓને કામ અર્થે તેઓના ઘેરથી અવારનવાર ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત ઓફિસ સાયલા આવવા-જવાનું હોઇ કાઠી શખ્સ હૂમલો કરી તેવી દહેશત સેવાઇ રહી છે.

નોલી ગામના સરપંચ મનુભાઇ ઉગાભાઇ સોલંકી સહિત ગામના 50થી વધુ આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી પોલીસ રક્ષણ આપવા માંગ કરી હતી.

બોલાચાલી|જાનથી મારવાની ધમકી આપતા સરપંચે રક્ષણ માગ્યું

નોલી ગામના સરપંચને ગામના શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી મળતા પોલીસ રક્ષણ માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો