તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્યના માર્ગ પર ચાલવાની ભેખ આપે તે ‘સતગુરુ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાંઅષાઢી પૂનમે ગુરૂ મંદિરોમાં ગુરૂ ભક્તિનો મહાસાગર છલકાયો હતો. ભકતો વહેલી સવારથી પોતાના ગુરૂનું પૂજન અર્ચન કરવા ઉમટી પડયા હતા. ઝાલાવાડના વિવિધ આશ્રમો, મંદિરો, ધાર્મિક સંસ્થાઓમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

સુરેન્દ્રનગરના દૂધરેજ સ્થીત વડવાળા મંદિરમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મંદિરના મહંત કણીરામબાપુનું પૂજન અર્ચન કરી ભકતોએ ધન્યતા અનુભવી હતી. જયારે સ્વામિનારાયણ ગુરૂકૂળ ખાતે મહાત્મા સ્વામીની ઉપસ્થિતિમાં ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય, સ્વસ્તીક હાઇસ્કૂલ, દર્શન વિદ્યાલય, ઓમકાર વિદ્યાલય, શારદા મંદિરમાં ગુરૂપૂનમ ઉજવાઇ હતી. વઢવાણના સ્વામિનારાયણ મંદિર, લાલજી મહારાજની જગ્યા, રામમોલ મંદિરમાં ગુરૂપૂનમ ઉજવાઇ હતી.

લીંબડી: સૌરાષ્ટ્રનિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે મહંત લલીત શરણજી મહારાજે ગુરૂપાદુકાનું પુજન અને રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. લીંબડીના કબીર યોગાશ્રમ ખાતે મહંત પંડિત ચરણદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરૂપૂર્ણીમાં ઉત્સવની ઉજવણી કરાઇ હતી. સ્વામિનારાયણ મંદિર રાધેશ્યામ મંદિર, લાઇફ મિશન, હનુમાનજી મંદિર ગુરૂપુર્ણીમાંની ઉજવણીમાં ભાવીકો ઉમટી પડ્યા હતા.

મૂળી: મૂળીસ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂનમની ઉજવણી કરાઇ હતી. જયારે દૂધઇ વડવાળા મંદિરે ગુરૂપૂજન, આરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યને સફળ બનાવવા મહંત રામબાલકદાસ, શ્યામસુંદરદાસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

સાયલા: સાયલાલાલજી મહારાજ મંદિરના મહંત દુર્ગાદાસજીએ અનેક સેવકોને ગુરૂમંત્ર આપી આશિર્વચન આપ્યા હતા. જેમાં ગુજરાતભરમાંથી 30હજારથી વધુ સેવકોએ મહાપ્રસાદ લઇને પાવન બન્યા હતા. જયારે રાજ સોભાગ આશ્રમમાં મુમુક્ષુ અને ભાઇ નલિનભાઇ કોઠારીએ ગુરૂદેવ લાડકચંદ બાપાની પ્રતિમાનું પુજન અર્ચન કરીને અમૃત વાંચન કર્યુ હતુ.

લખતર: લખતરજગદીશ આશ્રમ ખાતે ભાવપ્રકાશજીનાં ગુરૂપૂજનનું કરવામાં આવ્યુ હતુ. જયારે લખતર રામજીમંદિરો, ગેથળા હનુમાનજી, ગુરૂપૂનમનું આયોજન કરાયુ હતુ.

થાન: થાનનાજોગાશ્રમ અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર શાળામાં ગુરૂપૂનમની ઉજવણી કરાઇ હતી.

હળવદ: હળવદનાવિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોમાં શિષ્યોએ ગુરૂનુ પૂજન કર્યુ હતુ.

દૂધરેજ

મૂળી

લીંબડી

સાયલા

વઢવાણ

થાનગઢ

|| સારી વ્યક્તિ બની માનવતાની દક્ષિણા ગુરુજનને આપો|| ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમ: ||

અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા..આ એવો દિવસ છે જેમાં વર્ષ દરમિયાન ભકતે ગુરુ પાસેથી લીધેલા જ્ઞાન, માનવતાના પાઠ, સંસ્કારો, સલાહ સૂચનોનું વળતર ગુરુદક્ષિણા પ્રતિક રૂપે આશિર્વાદ લઇને શક્તિ એવી ભક્તિના રૂપે ભક્તે અર્પણ કરવાનું હોય છે.

ગુરુપુર્ણિમા|ઝાલાવાડની ધાર્મિક સંસ્થાઓમાં ગુરૂજનના આશિર્વાદ લેવા માટે સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો