તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા રેડિયમ પટ્ટા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામઅંબાજીમાં ભાદરવી પૂને માં અંબાના દરબારે શીશ નમાવવા ઝાલાવાડમાંથી 1000 પગપાળુઓ પહોંચ્યા છે. વખતે સતત વરસાદ અને રાત્રે રસ્તા ચાલવવામાં મુશ્કેલી સર્જાઇ હતી.ત્યારે આમાથી બચવા વઢવાણ પગપાળા સંઘ દ્વારા 500 પગપાળુઓને રેડીયમ પટ્ટા અને છત્રીનો સફળ ઉપયોગ કર્યો હતો.

સુરેન્દ્રનગરથી 250 કિમી દૂર અંબાજી અંબાજીના યાત્રાધામ દર વર્ષે હજારો પગપાળુઓ જાય છે. જેમાં વરસાદ અને રાત્રે અકસ્માતોનું પ્રમાણ વધ્યુ હતું. ત્યારે વઢવાણ પગપાળા યાત્રા સંઘ દ્વાર પગપાળુઓની સલામતી માટે રેડીયમ પટ્ટાઓનું વિતરણ કરાયુ હતું. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના 1000 પગપાળાઓ મહેસાણા પાસ કરીને બનાસકાંઠા પહોંચી ગયા છે. ત્યારે સતત વરસાદને કારણે ચાલવુ મુશ્કેલરૂપ બની ગયુ છે. આમ છતાં છત્રીઓને સહારે પગપાળુઓ ચાલી રહ્યાં છે. ત્યારે પગપાળાઓએ શરીરે રેડીયમ પટ્ટા ધારણ કરતા વાહનચાલકોને પણ તેની જાણ થઇ જાય છે. અંગે લક્ષ્મણસિંહ ડોડીયા, ભરતભાઈ વાળાપ વગેરે જણાવ્યું કે, અમો 15 વર્ષથી પગપાળા સંઘ લઇને્ જઇએ છીએ. ત્યારે વરસાદ અને વાહન અકસ્માતથી બચવા અમોએ પટ્ટાઓ સહિતની વ્યવસ્થા કરી છે. અમારી સાથે જોડાતા અન્ય પગપાળુઓને પણ અમો પટ્ટાઓ આપતા અકસ્માત ઘટયા છે.

અંબાજી પગપાળા જતા ભકતોએ રેડીયમ પટ્ટા અને છત્રી ધારણ કરી હતી.

અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વઢવાણ જયઅંબે સંઘનો સફળ પ્રયોગ

અન્ય સમાચારો પણ છે...