તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટાછેડા‌વાળી પત્ની બાબતે મારામારી : બે લોકો ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણનવા દરવાજા બહાર રહેતા જયેશભાઈ પ્રવિણભાઈ મકવાણા સાથે હળવદ બાજુના મીનાબેન સાથે થયા હતાં. તેમના દાંમ્પત્યજીવનમાં એક દિકરી પણ હતી. પરંતુ મીનાબેન અને સંદીપ નામના શખ્સ સાથે આડાસંબંધની જાણ થતાં જયેશભાઈએ મીનાબેનને છૂટાછેડા આપી દીધા હતાં. જ્યારે સંદીપભાઈએ પણ પોતાની પત્નીને તરછોડી દીધી હતી. સંદિપે મીનાબેનને ઘરમાં બેસાડતા મામલો બિચકાયો હતો. નજીક રહેતા હોવાથી મારામારી થઇ હતી. જેમાં પ્રભાબેન મકવાણા અને સંદીપભાઈને ઇજાઓ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે વઢવાણ પોલીસે શાંતિલાલ ચૌહાણ, વિપુલભાઈ ચૌહાણ, સંદિપ ઉર્ફે ચૌહાણ, કેશાભાઈ ચૌહાણ, પ્રતાપભાઇ ચોહાણ અને પ્રવિણભાઈ મકવાણા, જયેશભાઈ મકવાણા, મેહુલભાઈ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ એમ.ડી.વાઘેલા કરી રહ્યાં છે.

છૂટાછેડા‌વાળી પત્નીને ઘરમાં બેસાડી

અન્ય સમાચારો પણ છે...