તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુ.નગર નગરપાલિકા 27 જાહેર સેવાઓના કામ માટે જવાબદાર અધિકારી નક્કી કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગર નગરપાલિકા 27 જાહેર સેવાઓના કામ માટે જવાબદાર અધિકારી નક્કી કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરનગરપાલિકાના નવા સેવા સદનનું તાજેતરમાં લોકાર્પણ કરાયુ છે. ત્યારે નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ 14 વોર્ડમાં રહેતા નાગરીકોને મળતી 27 જેટલી જાહેર સેવાઓ નિયત સમય મર્યાદામાં મળી રહે માટે વિવીધ ખાતાના અધિકારીની જવાબદારી નક્કી કરાઇ છે. જો નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તો અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહીની પણ જોગવાઇ હોવાનું પાલીકાના ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ.

સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના રૂપિયા 2.77 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા સેવાસદનનું તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ છે. ત્યારે નગરપાલિકા દ્વારા વિવિધ જાહેર સેવાઓના કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી આપવા માટેનું નાગરીક અધિકાર પત્ર બોર્ડ મૂકવામાં આવ્યુ છે. જેમાં જે તે કામની સમય મર્યાદા નક્કી કરી તે કામ કોને પૂર્ણ કરવાનું છે તે અધિકારીની જવાબદારી નક્કી કરાઇ છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં હવે જન્મ-મરણના પ્રમાણપત્ર, પ્રોફેશનલ ટેકસનું રજીસ્ટ્રેશન, ટીપી ફોર્મ એફની નકલ, પાર્ટ ટીપી પ્લાન, ઝેનીંગ પ્રમાણપત્ર ત્રણ દિવસમાં મળી જશે. ઉપરાંત મિલકતવેરા રીફંડ, ભાડુઆતનું નામ બદલવા અથવા રદ્દ કરવા, માર્કેટ માટે લાઇસન્સ, લે આઉટના નો ઓબ્જેકશન સર્ટીફીકેટ, સબ પ્લાનીંગની મંજૂરીના નો ઓબ્જેકશન સર્ટીફીકેટ, બીલ્ડીંગ યુટીલાઇઝેશનના નો ઓબ્જેકશન સર્ટીફીકેટ 15 દિવસમાં મળી જશે. જયારે મીલકતમાં નામ ફેરફાર કરાવવા, મિલકત વેરાની નવી આકારણી કરવા, પાણી ગટરનુ નવુ કનેકશન મેળવવા, ગુમાસ્તા ધારા હેઠળ નવુ લાયસન્સ મેળવવા, ખાદ્ય અખાદ્ય લાયસન્સ મેળવવા, ફેરીયાનું રજીસ્ટ્રેશન, ફાયરનું નો ઓબ્જેકશન સર્ટીફીકેટ મેળવવા માટે 30 દિવસની સમય મર્યાદા નક્કી કરાઇ છે.

અંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યુ કે, પાલિકામાં થતા જાહેર સેવાઓ અંગેના કામો અંગેનું બોર્ડ તેના કામ, નિયત સમય મર્યાદા અને જવાબદાર અધિકારી સાથે મૂકાયુ છે. જો નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તો જવાબદાર અધિકારી દંડને પાત્ર રહે છે. તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

નાગરિકોને પોતાનું કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તેની જાણકારી માટે પાલિકા કચેરીમાં બોર્ડ મૂકાયુ

સુરેન્દ્રનગર નગરપાલિકામાં જાહેર સેવાઓ અંગેનું નાગરિક અધિકારપત્ર મૂકવામાં આવ્યુ છે. તસવીર -મુકેશ પરીખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો