તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગરમાં બોગસ તબીબો સામે તંત્ર કાર્યવાહી કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં થોડા સમયના ટૂંકાગાળામાં ગ્રામ્યકક્ષાએ ડિગ્રી વગર પ્રેકટીસ કરતા બે બોગસ ડોકટરો ઝડપાયા છે. ત્યારે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની બેઠક તાજેતરમાં મળી હતી. બેઠકમાં જિલ્લામાં બોગસ તબીબો સામે કાર્યવાહી કરવાનો તખ્તો તૈયાર કરાયો છે. જેમાં દરેક તાલુકામાં આવા ડોકટરોને ઝડપી પર્દાફાશ કરવામાં આવશે.

જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની બેઠક તા. 18 જુલાઇના રોજ જિલ્લા પંચાયતના હોલમાં મળી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઇ ખાચર, જિલ્લા વિકાસ અધિકારી મહેશ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન કાંતીભાઇ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા અને તાલુકાના પ્રોગ્રામ હેલ્થ ઓફિસરો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ ખાચરે જિલ્લાના ગામડાઓમાં ડિગ્રી વગરના બોગસ ડોકટરોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કોંઢ અને ચોટીલા તાલુકાના ચીરોડા ગામેથી બોગસ ડોકટર ઝડપાયો હતો. ત્યારે બોગસ ડોકટરો દ્વારા ડીગ્રી વગર લોકોને આડેધડ હાઇડોઝની દવાઓ આપતા લોકોના આરોગ્ય જોખમાઇ રહ્યા છે. ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડાયાબીટીશે પગ પેસારો કર્યો છે. ત્યારે ગામડાઓમાં જતી દરેક આશા વર્કરને ડાયાબીટીશન માપવાનું સાધન ગ્લુકોમીટર આપીને ડાયાબીટીશના દર્દીઓની યોગ્ય તપાસ સારવાર કરવામાં આવે તેવી કાર્યવાહી હાથ ધરાશે.

જિ. પં.માં આરોગ્યની બેઠક યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો