તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાના નીર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનેપીવા માટે પાણી મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલ નર્મદા કેનાલની સૌરાષ્ટ્ર શાખામાંથી વિવિધ જગ્યાએ પંપ હાઉસ બનાવી સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારને પાણી પુરૂ પાડવા માટે સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર ગણાતાં વિઠ્ઠલગઢ પાસે બનાવેલ પંપ હાઉસમાંથી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા કેનાલની મુખ્ય બ્રાન્ચમાંથી ગુજરાતનાં કડી પાસેથી બે ફાંટામાં વહેંચાઈને એક રાજસ્થાન શાખા નહેર કહેવાઈ તો બીજી સૌરાષ્ટ્ર શાખા નહેર તરીકે ઓળખાઈ. સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી સૌરાષ્ટ્રનાં તેમજ બીજા ગ્રામ્ય વિસ્તારોને પીવાનું પાણી પુરૂ પાડવા તાલુકાનાં વિઠ્ઠલગઢ પાસે એક પંપ હાઉસ બનાવવામાં આવ્યુ છે. પંપ હાઉસમાંથી કુલ 61 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે પાઈપલાઈન નાંખવામાં આવી છે. અને તેમાંથી વિસ્તારનાં મુખ્ય ગણાતાં સુરેન્દ્રનગર જિલ્લાનાં 61 ગામોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી સરકારી તંત્ર દ્વારા રોજનું 15 એમએલડી પાણી પુરૂ પડાઈ રહ્યું છે. વિસ્તારમાં આવતાં અને પહેલાં કાયમ કહેવાતાં સુકાભંઠ ઝાલાવાડનાં લોકોને પીવાનાં પાણીની વ્યવસ્થા અંગે દેવળીયાનાં વિક્રમસિંહ, તરમણીયાનાં માધુભાએ જણાવ્યું કે, નર્મદા કેનાલ થવાથી અમારાં ગામોને પીવાનાં પાણીની પળોજણ રહી નથી. પરંતુ હવે તો બ્રાન્ચ કેનાલોમાં પાણીથી ખેતીને પણ સારો ફાયદો થયો જોવા મળે છે. આમ નર્મદાથી ગામડાંઓમાં પીવા માટે ચોખ્ખુ પાણી મળતું થયું છે.

અંગે પાણી પુરવઠા વિભાગમાં પંપ હાઉસનો હવાલો સંભાળતાં નાયબ કાર્યપાલક ઇજનેર મનસુરીએ જણાવ્યુ કે, પંપ હાઉસથી કુલ 61 ગામોને 15 એમએલડી પાણી પહોંચાડવામાં આવે છે. જયારે વિસ્તારની આશરે દોઢ લાખની જનતાને પાણી પહોંચાડાતું હોવાનું ઉમેર્યું હતું.

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે આવેલ પંપ હાઉસની તસ્વીર. - સતીશ આચાર્ય

61 ગામની તરસ છીપાવતુ વિઠ્ઠલગઢનું પંપ હાઉસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો