Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણ પાંજરાપોળ દ્વારા નવા પશુ લેવાનો ઇન્કાર થતાં કફોડી હાલત
ગુજરાતમાંદલિત સમાજ દ્વારા મૃતપશુઓના નિકાલની કામગીરી બંધ કરવાની હાકલ કરાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંજરાપોળ સહિતની સંસ્થાઓમાં મૃત પશુઓ ઉપાડવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. ત્યારે જિલ્લાની મોટી પાંજરાપોળમાંની એક ગણાતી વઢવાણ પાંજરાપોળે મૃત પશુઓનો નિકાલ થતા તાત્કાલીક અસરથી નવા પશુઓ સ્વીકારવાનું બંધ કરવાનું જાહેર કર્યુ છે.
ઉના તાલુકાના સમઢીયાળા ગામે મૃત પશુઓના ચામડા ઉતારવાનું પૈતૃક કાર્ય કરતા દલિતો પર અત્યાચાર થતા સમગ્ર ગુજરાતમાં વિરોધની આંધી પ્રગટી છે. ત્યારે દલિતો પર થતા અત્યાચાર પ્રશ્ને મૃત પશુઓના નિકાલની કામગીરી કરવાની દલિત આગેવાનોએ ચિમકી આપી હાકલ કરી છે. ચીમકીની સીધી અસર ઝાલાવાડમાં છેલ્લા થોડા દિવસોથી વર્તાઇ રહી છે. ઝાલાવાડમાં વઢવાણ, સાયલા, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, હળવદ, થાન, લીંબડી સહિતના તાલુકાઓમાં પાંજરાપોળ આવેલી છે. પાંજરાપોળમાં હજારો પશુઓ આશ્રય લઇ રહ્યા છે. જેમાં બીમાર અને લાંબી માંદગી સહિતના કારણોસર દરરોજ અનેક વધુ પશુઓના મોત થાય છે. મૃતપશુઓના નિકાલ માટે ભામનો ઇજારો પાંજરાપોળ દ્વારા આપવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં દલિતો દ્વારા મૃત પશુઓને ઉપાડવાનું કામ બંધ કરવાની હાકલ કરાઇ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની પાંજરાપોળોમાં મૃત પશુઓ ઉપાડવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. ત્યારે જિલ્લાની મોટી ગણાતી પાંજરાપોળમાંની એક વઢવાણ મહાજન પાંજરાપોળના કાર્યવાહક મંડળ દ્વારા ડેલા ખાતે મૃત પશુઓનો નિકાલ થઇ શકતો હોવાથી પાંજરાપોળમાં તાત્કાલીક અસરથી પશુ સ્વીકારવાનું બંધ કરવાનું જાહેર કર્યુ છે. વઢવાણ મહાજન પાંજરાપોળ દ્વારા વઢવાણ તાલુકાના ગ્રામ્ય, શહેરી વિસ્તારના પશુપાલકો, માલધારીઓ અને ખેડૂતોભાઇઓને નવી સૂચના મળે ત્યાં સુધી પાંજરાપોળમાં પશુ મૂકવા આવવાનું જણાવ્યુ છે. જયારે પાંજરા પોળોમાં મૃતપશુઓનો ખડકલો થતા જાહેર આરોગ્યને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.
મૃત પશુનો નિકાલ થતા તાત્કાલિક અસરથી પશુ સ્વીકારવાનું બંધ કર્યુ
વઢવાણ પાંજરાપોળની ફાઇલ તસવીર