Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના ખેડૂતો પાક સંરક્ષણ માટે ફેન્સીંગ સબસીડીથી વંચિત
મોરબીજિલ્લાની રચના કરવામાં આવ્યા બાદ અત્રે જિલ્લા પંચાયત કચેરી કાર્યરત કરી દેવામાં આવી હતી અને સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના ગામો જિલ્લા પંચાયતમાં સમાવી લેવામાં આવ્યા છે પરંતુ મોરબી જિલ્લામાં સમાવેશ પામેલા બંને જિલ્લાના ખેડૂતોને વન સંરક્ષણ કચેરી તરફથી મળતી ખેતરોમાં ફેન્સીંગ સબસીડી મામલે કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખેડૂત ખાતેદારોને મોરબી જિલ્લામાંથી સબસીડી અંગે કાર્યવાહી થતી નથી ત્યારે મામલે જિલ્લા પંચાયત પ્રમુખે કલેકટરને રજૂઆત કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની માંગ કરી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયાએ જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના તમામ ગામ અને જામનગર જિલ્લામાંથી જોડિયા તાલુકાના ૧૭ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હળવદ તાલુકાના ખેડૂત ખાતેદાર અને મોરબી તાલુકામાં સમાવેશ ૧૭ ગામના ખેડૂત ખાતેદારોને પાક સંરક્ષણ માટે ખેતરોમાં ફેન્સીંગ કરી સબસીડીની માંગણી કરતા નાયબ વન સંરક્ષણ તરફથી અરજી સ્વીકારવામાં આવતી નથી અને નાયબ વન સંરક્ષણ તરફથી હળવદ તાલુકાના ખેડૂતોને સુરેન્દ્રનગર અને મોરબી તાલુકામાં સમાયેલા ૧૭ ગામોના ખેડૂતોને જામનગર અરજી કરવા માટે જણાવવા મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ છે.
જિલ્લાના વિભાજનમાં ગરીબ અને અભણ ખેડૂતોને હાલાકી