Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં 144 લાગુ : રેલી, સભા પર પ્રતિબંધ
જિલ્લામાં 144 લાગુ : રેલી, સભા પર પ્રતિબંધ
સમઢીયાળામાં બનેલા બનાવથી સુરેન્દ્રનગર જિલ્લાની પણ શાંતી ડહોળાઇ છે. છેલ્લા ચાર દિવસમાં સમગ્ર જિલ્લામાં ચક્કાજામની સાથે તોડફોડ કરવાના અનેક બનાવો બની ચૂકયા છે. આથી લોકોની સલામતી, સુરક્ષાની સાથે જાનમાલની સલામતીને ધ્યાને લઇને જિલ્લા કલેકટરે કલમ 144 લાગુ કરીને સભા, સરઘસ રેલી પર પ્રતિબંધ મૂકવાની સાથે 4 વ્યકિતથી વધુ લોકોને એક જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. તા. 21 જુલાઇથી 27 જુલાઇ સુધી જાહેર કરેલ 144ને લીધે હવે જાહેર સ્થળો પર પૂર્વ મંજૂરી વગર રેલીમાં ચાર કે તે વધુ લોકો ભેગા થઇ શકશે નહી. ઉપરાંત મંજૂરી વગર રેલી પણ કાઢી શકાશે નહી. જાહેરનામાનો ભંગ કરનાર સામે કેસ દાખલ કરવામાં આવશે. જે ગૂનો બિન જામીનપાત્ર છે. અને તેમાં 3 માસથી લઇ એક વર્ષ સુધીની સજાની જોગવાઇ પણ છે. આમ, જિલ્લામાં ફરી શાંતી સ્થાપવા માટે કલેકટરે અંતીમ પગલુ લીધુ છે.
દલિતપર હુમલા કેસમાં એકની ધરપકડ
વઢવાણશહેરનાં 80 ફૂટ રોડ પર આવેલી ચાની હોટલે લાકડીઓથી હુમલો થયો હતો. જેમાં ચાર લોકોને ઇજાઓ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. બનાવમાં પોલીસે 8 શખ્સો સામે બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ત્યારે ડીવાય.એસ.પી. બી.વી.જાની સહિતની ટીમે નાનુભાઇ વજાભાઈ રબારીની ધરપકડ કરી હતી. જ્યારે બનાવના બાકીના આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં.