તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન ઇફેક્ટ : STને બે દિ’માં 10 લાખની ખોટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાંદલિત આંદોલનના કારણે બુધવાર તેમ ગુરૂવારે એસ.ટી.તંત્રને પણ અસર પહોંચી હતી.બુધવારે તમામ જિલ્લાની 250 જેટલા રૂટ કેન્સલ કરાતા મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતાં. છેલ્લા બે દિવસથી આંદોલનના કારણે એસટીને ચારેય ડેપોમાં રૂ. 10 લાખની આવક ગુમાવવાનો વારો આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસથી ચાલતા દેખાવો અને વિરોધ બાદ બુધવારે આપવામાં આવેલા બંધના એલાનને પગલે જિલ્લામાં સજ્જડ બંધ રહ્યો હતો. જિલ્લામાં સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા તેમજ ધ્રાંગધ્રા ડેપો સહિતની 250 જેટલી બસોનાં રૂટો કેન્સલ કરાયા હતાં. ઉપરાંત સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેપો તરફની લાંબા રૂટની અંદાજે 25 થી વધુ એસ.ટી.બસોનાં રૂટોને ડાયવર્ટ કરી દેવાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જિલ્લામાં દલિત આંદોલનને કારણે એસ.ટી.વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. જ્યારે ગુરૂવારે એસ.ટી.તંત્ર દ્વારા 200થી વધુ રૂટો શરૂ કર્યા હતાં. જેમાં ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મોરબી, કચ્છ-ભૂજ તરફના રૂટ પર એસ.ટી.બસો દોડાવવામાં આવી હતી.

ધ્રાંગધ્રામાં પાંચ બસને નુકસાનની પોલીસ ફરિયાદ

ઉનાનાબનાવના સંદર્ભેમાં ચાલતા આંદોલનને લઇ ધ્રાંગધ્રા હાઇવે પર અલગ અલગ જગ્યા પર નીકળતી એસ.ટી.બસો પર કોઇ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરી બસના કાચ ફોડી નાંખી એસ.ટી.બસને નુકસાન કરવામાં આવ્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં એસ.ટી.ના કર્મચારી દ્વારા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ સર્જાયેલી પરિસ્થિતિના કારણે એસ.ટી.બસો પણ ભોગ બની છે. ત્યારે રાજકોટ એસ.ટી. વિભાગના નિયામક ડી.એમ. જેઠવા સહિતનો સ્ટાફ જિલ્લામાં દોડી આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા ક્લેકટર ઉદિત અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસવડા દીપકકુમાર મેઘાણી સાથે બેઠક યોજી હતી. જેમાં ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતની જગ્યાએ એસટીને થયેલ નુકસાનની માહિતી મેળવી હતી.

તાગ મેળવવા રાજકોટથી ST અધિકારીઓ દોડ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તરફના તમામ રૂટ ગુરૂવારે પણ બંધ રખાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો