તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અછત જેવી પરિસ્થિતિ સર્જાતા નાનકડાની પ્રજા-પશુ નાંેધારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલાતાલુકામાં સિઝનનો ઓછી માત્રામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સાયલા તાલુકાના નાગડકા ગામે વરસાદ થવાથી ખેડૂતો એક રેલ વાવણી ફેઇલ થઇ છે. આથી ગામના 5 હજાર લોકો અને 7 હજારનું પશુધન નોધારૂ બન્યુ છે. અંગે ગામના આગેવાનોએ કલેકટરને લેખિત રજૂઆત કરી ખેડૂતોને આર્થિક સહાય આપવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષે મેઘાએ મોઢુ ફેરવી લીધુ છે. જોઇએ તેટલો વરસાદ થતા ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે સાયલા તાલુકામાં નાગડકા ગામે તો સીઝનનો ઓછો વરસાદ પડતા ખેડૂતોની વાવણી પણ ફેઇલ થઇ છે. આથી નાગડકાના મનુભાઇ નાંગભાઇ, બાબુભાઇ ભાણભાઇ, ભરતભાઇ નાઝભાઇ સહિતનાઓએ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી આર્થિક સહાય પૂરી પાડવા માંગ કરી હતી.

રજૂઆતમાં જણાવાયા મુજબ નાગડકા ગામના 5 હજાર લોકો અને 7 હજારનું પશુધન વરસાદ વગર નોધારૂ બન્યુ છે. વરસાદ આધારીત ખેતી હોવાથી ખેડૂતો ઉપજ લઇ શકતા નથી. ઉપરાંત ઘાસચારાની અને ઢોરો માટે પીવાના પાણીની વ્યવસ્થા હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. આથી તાકિદે નાગડકામાં સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રજૂઆતના અંતે માંગણી કરવામાં આવી હતી.

ઓછા વરસાદના કારણે વાવણી નિષ્ફળ ગઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો