તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગરમાંથી બે બાળમજૂર મુક્ત કરાયા: તંત્રનું અભિયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાંથી બે બાળમજૂર મુક્ત કરાયા: તંત્રનું અભિયાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયસરકારના આદેશ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં બાળમજૂરી નાબૂદ કરવા બે દિવસથી ત્રણ ટીમો બનાવી અભિયાન હાથ ધરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર શહેરના અલંકાર સિનેમા રોડ પર આવેલ એક બેકરીમાંથી બે બિન ગુજરાતી બાળમજૂરોને મુકત કરાયા હતા.

સમગ્ર રાજયમાં બાળમજૂરી નાબૂદ કરવા સહિયારા કૂચ નામે અભિયાન હાથ ધરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર મદદનીશ શ્રમઆયુકતની કચેરી, 1098 ચાઇલ્ડ લાઇન, બાળ સુરક્ષા યુનીટ, પોલીસ, ફેકટરી ઇન્સપેકટર, શોપ ઇન્સપેકટર સહિતનાની ત્રણ ટીમ બનાવી બે દિવસથી ચેકિંગ હાથ ધરાયુ હતુ. આથી લીંબડી, સાયલા અને ચોટીલા હાઇવે પર ચેકિંગ કરાયા બાદ સુરેન્દ્રનગર શહેર, વઢવાણ જીઆઇડીસી, ઉદ્યોગનગરમાં મદદનીશ શ્રમઆયુકત જે.એમ.મકવાણા, 1098ના ભાવનાબેન હેરભા સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગરના અલંકાર સિનેમા રોડ પર આવેલ મોહીતભાઇ સુરાણીની ભારત બેકરીમાંથી હિન્દી ભાષી બે બાળમજૂરને મુકત કરાયા હતા.

અંગે મદદનીશ શ્રમઆયુકત જે.એમ.મકવાણાએ જણાવ્યુ કે, ગુનો નોંધી કેસ ચાલ્યા બાદ વેપારીને પ્રથમ કેસમાં 20 થી 50 હજારનો દંડ અને 1 કે બે વર્ષની સજાની જોગવાઇ છે. બીજીવાર પકડાય તો સજા થશે.

બે દિવસથી બાળમજૂરી નાબૂદી અભિયાન ચલાવાય છે

પરપ્રાંતિય બાળકનું કાઉન્સિલીગ કરી પરિવારને સોંપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો