તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલાના ત્રણ ગામના ખેડૂતને બંેક લોન નહીં..

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલાતાલુકાના નાગડકા, લોયા અને ચોરવીરા ગમની સંયુકત નાગડકા સેવા સહકારી મંડળી કાર્યરત છે. પરંતુ મંડળીના તત્કાલીન મંત્રીએ 7 વર્ષ પહેલા કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. આથી બનાવને લીધે મંડળીના 600થી વધુ ખેડૂતોને કોઇ બેંકમાંથી ધીરાણ મળતા આર્થિક મુશ્કેલી ઉભી થતી હોવાની રાવ સાથે કલેકટર અને પોલીસ વડા લેખિત રજૂઆત કરાઇ હતી.

સાયલા તાલુકાની નાગડકા સેવા સહકારી મંડળીમાં નાગડકા, લોયા અને ચોરવીરા ગામના 600થી વધુ ખેડૂતો ખાતા ધરાવે છે. મંડળીના તત્કાલીન મંત્રીએ 7 વર્ષ પહેલા કરોડો રૂપિયાની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. હાલ મંત્રી ફરાર છે, વખતો વખત પોલીસ ખાતેદાર ખેડૂતોના નિવેદન લઇ ગઇ તેમ છતાં કોઇ કાર્યવાહી થતી નથી. દરમિયાન ઉચાપતના લીધે મંડળીના 600થી વધુ ખેડૂતોને હાલના અછતના સમયમાં કોઇ બેંકમાંથી ધીરાણ મળતુ હોવાની રાવ સાથે સાયલા તાલુકા પંચાયતના નાગડકા બેઠકના સદસ્ય મનુભાઇ, ગભરૂભાઇ વિશુભાઇ, ભીખુભાઇ જહાભાઇ સહિત 25થી વધુ ખેડૂતોએ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયા મુજબ બેંક દ્વારા ધીરાણ મળવાથી ખેડૂતોને ખાનગી રીતે પૈસા લઇને દેવાના ડુંગર નીચે દબાવવાનો વારો આવે છે. અંગે ધારાસભ્ય, સબ રજીસ્ટ્રાર તથા ડિસ્ટ્રીકટ બેંકમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવતુ નથી. તત્કાલીન મંત્રીએ મૃતક ખેડૂતોના નામે ધીરાણ લઇ ઉચાપત કરી છે. જે તે સમયે ખેડૂતોને ધીરાણના આપેલ ચેક બાઉન્સ થયા છે. આથી કેસમાં ફરાર મંત્રી તાકિદે ઝડપાય અને મંડળીના ખેડૂતોને ધીરાણ મળે તેવી વ્યવસ્થા કરવા રજૂઆતના અંતે માંગણી કરાઇ હતી.

સાયલા તાલુકાના નાગડકા, લોયા અને ચોરવીરા ગામના ખેડૂતોને ધીરાણ મળતા રજૂઆત કરાઇ હતી.

નાગડકા મંડળી દ્વારા કરાયેલા ઉચાપતની અસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો