તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરના વડવાળા કોમ્પલેક્ષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલાવાડમાં ગણેશ મહોત્સવની ધૂમ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા લોકો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક દાયકાથી મહારાષ્ટ્રીય તહેવાર ગણાતા ગણેશ મહોત્સવની ઠેરઠેર ધામધૂમથી આયોજન કરાય છે. જેમાં ગણેશજીની વિશાળ પ્રતિમાની ગણેશ પંડાલોમાં સ્થાપના કરીને દરરોજ રાત્રે મહાઆરતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો સહિત લોકો ઉમટી પડે છે. સુરેન્દ્રનગરમાં છેલ્લા આઠ વર્ષથી માઇ મંદીર વિસ્તારમાં ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં નવમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે તા.8 સપ્ટેબરના રોજ ડાન્સીંગ મ્યુઝીકલ નાઇટનુ઼ આયોજન કરાયુ હતુ. જેમાં યશકુમાર મહેતાના ડેવીલ ગ્રૂપે બોલીવુડના ગીતો અને ગણેશ સ્તુતિ પર નૃત્ય રજૂ કરીને લોકોનું ભરપુર મનોરંજન કર્યું હતું. ઉપરાંત સુરેન્દ્રનગરના અંધ વિદ્યાલય પાસે બાપા સીતારામ યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં જાદુગર ડોલરનો વિનામૂલ્યે શો યોજાયો હતો. સુરેન્દ્રનગરના વાદીપરા યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવમાં શનિવારે રાત્રે સત્ય નારાયણની કથાનું આયોજન કરાયુ છે. મેળાના મેદાનમાં આયોજીત ગણેશ મહોત્સવમાં શનિવારે નાના બાળકો માટેનો ફેશન શો યોજાશે. જયારે મંગલમૂર્તિ ગણેશ મંદિરે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં બાળકો માટે મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. સુરેન્દ્રનગરના માધવનગર યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં ડીજેના તાલ સાથે દુંદાળા દેવની વિસર્જન યાત્રા યોજાઇ હતી. સુરેન્દ્રનગરના મફતીયા પરા વિસ્તારમાં જયશ્રી દાદી રૂપામા મિત્ર મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં શુક્રવારના રોજ ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઇ હતી. થાન વિસ્તારના સિરામીક એકમોમાં ગણપતિની સ્થાપનાઓ કરવામાં આવી છે. ત્યારે થાનના એંકર સિરામીકમાં શ્રમિકો, મજૂરો, સુપરવાઇઝરોએ તેમજ એંકર સિરામીકનાં માલિક દુષ્યંત સોમપુરાએ ગણપતિની સ્થાપના કરી હતી. જેમાં સાંજે પૂજા આરતી અને રાસ-ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા એંકર સિરામીકનાં પદુભા, મહેન્દ્રભાઈ જોષી, દિવ્યેશ ગાંધીએ જહેમત ઉઠાવી હતી. પાટડીના પાંચ હાટડીમાં લાલ બાગ કા રાજા ગણેશ મહોત્સવમાં મહા આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. તસવીર- ભરત દવે, મુકેશ પરીખ, અસવાર જેઠુભા, મનીષ પારીક.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો