તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધિકારીની VIP મહેમાનગીરી પર ‘સાહેબ’ની રોક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિયમનું પાલન નહીં થાય તો નોટિસ આપી સજા..

સુરેન્દ્રનગરજિલ્લાના પોલીસ મથકોમાં જ્યારે પણ અધિકારીઓ ઇન્સ્પેકશન કરવા માટે જતા હતાં. ત્યારે તેમની આગતા સાગતા માટે સૂકા મેવા અને ફળ ફળાદીની ડીસોની થાળીઓ ગોઠવવામાં આવતી હતી. પરંતુ હવે જયારે પણ ઇન્સ્પેકશન કરવામાં આવે ત્યારે અધિકારીઓને માત્ર ચા પાણીની વ્યવસ્થા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ લેખિત આદેશ કરીને ખોટા ખર્ચા બંધ કરવા માટે તાકીદ કરી વહીવટના ક્ષેત્રમાં એક નવી કેડી કંડારી છે.

રાજયના દરેક પોલીસ મથકમાં વર્ષમાં એકવાર ડી.વાય.એસ.પી. અને દર ત્રણ મહીને સી.પી.આઇ. દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પોલીસને કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે. આવા સમયે ઇન્સ્પેકશનમાં આવતા અધિકારીઓ સારો રીપોર્ટ કરે અને કોઇ ભૂલ કાઢયા વગર સબ સલામત હોવાનો રીપોર્ટ કરવામાં આવે તે ખૂબ જરૂરી હોય છે. સારો રીપોર્ટ થાય તે તો જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે મહેમાનની સારી રીતે સરભરા કરવાની ઝાલાવાડની આગવી પરંપરા છે. પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ ઇન્સ્પેકશન સમયે અધિકારીઓની આવી ખર્ચાળ સરભરા કરવાનું બંધ કરવા માટે ખુદ ડી.એસ.પી.એ લેખિત આદેશ જાહેર કર્યો છે.

જેમાં ડી.એસ.પી. દીપકકુમાર મેઘાણીએ દરેક પોલીસ મથકને લેખિત આદેશ જારી કરીને એવી વિગતો જણાવી છે કે ઇન્સ્પેકશન સમયે થાણા અધિકારીઓ સૂકા મેવા, ફળ ફળાદી તથા બિસ્કિટ જેવી ખાવા પીવાની વસ્તુ પાછળ મોટો ખર્ચ કરતા હોવાની ચોંકાવનારી વિગતો ધ્યાને આવી છે. જે બિલકુલ અયોગ્ય બાબત છે. આથી આવા ખોટા ખર્ચા બંધ કરીને જયારે પણ ઇન્સ્પેકશન કરવામાં આવે ત્યારે માત્ર માનવતાના ધોરણે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી તાકિદ સાથેની લેખિત સૂચના આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા

{છતા કોઇ પાલન કરે તો શું કાર્યવહી થશે ω? કોઇથાણા અમલદાર પાલન કરે તો તેને શોકોઝ નોટીસ આપવામાં આવશે. સજાની સાથે આગતા સ્વાગતા પાછળ કરેલા ખર્ચથી ડબલ રકમનો દંડ કરવામાં આવશે.

{ચેકિંગ માટે કોઇ ખાસ વ્યવસ્થા કરી છે ω? દરેકપોલીસ મથકમાં સીસી ટીવી કેમેરા લગાવેલા છે. ઉપરાંત મારા પણ શોર્ષ હોય જેના દ્વારા મને ખબર મળી જાય છે.

{આવો પરીપત્ર જાહેર કરવા પાછળનું કારણ શું ω? આવાસ્વાગતથી અધિકારી અંજાઇ જાય છે. જેની અસર ઇન્સ્પેકશન પર થાય છે. થાણા અધિકારી અમારા માટે શું કરે છે તે જોવાનું મારૂ કામ નથી. મારા માટે તો કામગીરી મહત્વની છે.

રાજ્યના દરેક પોલીસ મથકમાં વર્ષે એક વાર DySP, દર ત્રણ મહિને CPI દ્વારા ઇન્સપેક્શન કરાય છે

DSPનો આદેશ|જિલ્લાના પોલીસ મથકમાં ઇન્સપેક્શન દરમિયાન કરાતી આગતાસ્વાગતા પર રોક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો