તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેળસેળ બદલ રૂ.12 લાખનો દંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરની મહેતા માર્કેટમાં તેલનો જથ્થો પહોંચાડવા આવતા વાહનની તલાશી લઇને વર્ષ 2015માં તેલનો મોટાપાયે જથ્થો સીઝ કરાયો હતો. બનાવમાં ગોંડલની બે પેઢીના તેલના નમૂના લઇને પૃથ્થકરણ માટે મોકલી અપાયા હતા. નમૂના ફેઇલ થતા તાજેતરમાં અધિક કલેકટર સમક્ષ ચાલી ગયેલા કેસમાં બે ઉત્પાદક પેઢીને રૂપિયા 12 લાખનો દંડ ફટકારતો હૂકમ કરાયો છે.

સુરેન્દ્રનગર શહેરમાં આવેલી મહેતા માર્કેટમાં તેલની અનેક પેઢીઓ આવેલી છે. ત્યારે વર્ષ 2015માં તહેવારો અગાઉ તેલનો મોટાપાયે ભેળસેળ વાળો જથ્થો શહેરમાં આવતો હોવાની બાતમીને આધારે પુરવઠાની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં ગોંડલની જય ભોલે ઇન્ડસ્ટ્રીઝ અને મેપ ઇન્ડસ્ટ્રીઝમાંથી તેલ લઇને આવતા અને સુરેન્દ્રનગરના આનંદભાઇ લાભુભાઇ રાણેવડિયાને રોકી તલાશી લેવાઇ હતી. દરમિયાન વાહનમાંથી મળી આવેલા શંકાસ્પદ લાગતા તેલના જથ્થાને સીઝ કરીને તેલના નમૂના ફૂડ વિભાગના ઇન્સપેકટર પી.કે.પટેલ દ્વારા પૃથ્થકરણ માટે મોકલાયા હતા. બાદમાં નમૂના ફેઇલ થતા વાહનના ડ્રાઇવર અને તેલની ઉત્પાદક પેઢી સમક્ષ કેસ દાખલ કરાયો હતો. અંગેનો કેસ તાજેતરમાં અધીક કલેકટર નરેન્દ્રસિંહ રાજપૂત સમક્ષ ચાલી ગયો હતો. જેમાં જય ભોલે ઇન્ડસ્ટ્રીઝના મનસુખભાઇ ગોવાભાઇ મઢવીને તેલમાં ભેળસેળ બદલ રૂપિયા 8 લાખનો દંડ ફટકારાયો છે. ઉપરાંત ગોંડલની મેપ ઇન્ડસ્ટ્રીઝના માલીક ભરતભાઇ બચુભાઇ ચીમેડીયા દ્વારા ઉત્પાદીત લીયોન બ્રાન્ડ સીંગતેલના નમૂનામાં પણ ભેળસેળ અને પેકિંગ ડેટ, વજન, કિંમત લખવા સહિતની ક્ષતિઓ ધ્યાને આવતા રૂપિયા 4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પૃથ્થકરણમાં નમૂના ફેઇલ જતાં બે તેલ ઉત્પાદક પેઢીને દંડ ફટકારાયો

હુકમ|સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાંથી 2015માં તેલના નમૂના લેવાયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો