તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઓનલાઇન ફોન વેચનારે મોબાઇલ પૈસા બન્ને ગુમાવ્યા

ઓનલાઇન ફોન વેચનારે મોબાઇલ-પૈસા બન્ને ગુમાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બદલાતાસમય સાથે આધુનિક બની ગયેલા અપરાધીઓ પણ સમય પ્રમાણે મોડસ ઓપરેન્ડી બદલતા રહે છે. ક્રેડિટ કાર્ડ ક્લોન કરીને કે તેના પાસવર્ડ જાણીને છેતરપિંડી કરતા ભેજાબાજોની ગેંગનું જબરજસ્ત નેટવર્ક ફેલાયેલું છે. હવે તો તમારે મકાન, ફલેટ, ફર્નિચર, વાહન કે મોબાઇલ સહિતની ચીજવસ્તુ ખરીદવી હોય કે વેચવી હોય તો પણ ઓએલએકસ ઉપર લે-વેચ થઇ શકે છે, પરંતુ ટૂંકા રસ્તે માલદાર બનાવ માગતા ભેજાબાજોએ ઓએલએક્સ ઉપર પણ પોતાની જાળ પાથરી દીધી હોવાની એક ઘટના પોલીસ સુધી પહોંચી છે. છેતરપિંડીની રકમ ઓછી છે, પરંતુ ઓનલાઇન લે-વેચ કરવા માગતા લોકો માટે બનાવ આંખ ઉઘાડનારી છે.

રાજકોટના વિનોદભાઇએ જૂનો મોબાઇલ ફોન વેચવા માટે ઓએલએકસ ઉપર મોબાઇલની વિગત અને પોતાના કોન્ટેક્ટ નંબર મુક્યા હતા. એક ગ્રાહકે વિનોદભાઇનો ફોનથી સંપર્ક કરીને 12 હજારમાં મોબાઇલનો સોદો નક્કી કર્યો, તેમજ રૂા.12 હજાર અત્યારે આંગડિયા મારફત રવાના કરાવે છે તેમ જણાવી મોબાઇલ ફોનનું પાર્સલ હાઇ-વે ઉપર કોઇ પણ ટ્રક-બસના ચાલકને આપી દેવું તેમજ જે વાહનમાં પાર્સલ મોકલો તે વાહનચાલકનો મોબાઇલ નંબર લખાવજો એટલે તેમનો કર્મચારી ડિલિવરી લઇ જશે તેવી સૂચના આપી હતી.

વિનોદભાઇને આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો હતો કે તમારા નામે 12 હજાર આવ્યા છે, મગાવી લ્યો. વિશ્વાસમાં આવી ગયેલા વિનોદભાઇએ જામનગર હાઇ-વે ઉપર જઇ સુરેન્દ્રનગર તરફ જઇ રહેલા ટ્રકચાલકને મોબાઇલનું પાર્સલ તેમજ મોબાઇલ ખરીદનારનો નંબર આપ્યો હતો.