જસમતપુરના લોકો.. જોજો જાહેરમાં શૌચક્રિયા કરતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તુષાર માલવણિયા|સુરેન્દ્રનગર

સ્વચ્છતાઅભિયાન હેઠળ સરકાર દરેક ગામોને 100 ટકા ખૂલ્લામાં શૌચક્રિયામાંથી મુકત કરવા માંગે છે. ત્યારે લીંબડી તાલુકાના ખોબા જેવા જસમતપુર ગામમાં 100 ટકા શૌચાલય બનાવવા માટે યુવાનોએ કમર કસી છે. યુવાનોએ શાળાના બાળકોની એક વાનરસેના બનાવી છે. વાનરસેના જાહેરમાં શૌચક્રિયા કરવા જતા લોકો પાછળ જઇ થાળી-વેલણ વગાડી તેમને જાગૃત કરે છે.

લીંબડી તાલુકાના ખોબા જેવા જસમતપુર ગામમાં ખૂલ્લામાં શૌચક્રિયા કરવા જતા લોકો પાછળ બાળકોની બનાવાયેલી વારનસેના થાળી અને વેલણ વગાડી લોકોને જાગૃત કરે છે.

અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.પી.સુદાણી અને ડિસ્ટ્રીકટ કોર્ડીનેટર જાનકીબેન રાવલે જણાવ્યુ કે, લીંબડી તાલુકા મથકથી 20 કિ.મી.દૂર આવેલા નાના એવા જસમતપુર ગામમાં 500 આસપાસ વસ્તી છે. જેમાં હાલ 60થી વધુ પરિવારો શૌચાલય વિહોણા છે. ત્યારે જસમતપુરના સોહીલભાઇ, નીલોફરબેન, તાહીરાબેન, દીપકપુરી સહિતના યુવાનોએ જસમતપુર ગામની શાળાના અમુક બાળકોને પસંદ કરી વાનરસેના બનાવાઇ છે. વાનરસેના ખૂલ્લામાં શૌચક્રિયા કરવા જતા પાછળ લોકો પાછળ થાળી વગાડીને તેમને ખૂલ્લામાં શૌચક્રિયા કરવા જાગૃત કરે છે. જયારે ગામના શૌચાલય વીહોણા પરિવારોની મુલાકાત લઇને બહાર શૌચક્રિયા કરવાથી થતા નુકશાન અંગે માહિતી આપે છે. જેના લીધે હાલ 25થી વધુ પરિવારો ઘેર શૌચાલય બનાવવા તૈયાર થયા છે.

યુવાનોનું કાર્ય આટલેથી અટકતા યુવાનો લાભાર્થીઓને ઘેર જઇ શોષ ખાડા ખોદી શૌચાલય ચણતરનું કામ પણ કરે છે.

જસમતપુરના યુવાનોએ ગામને 100 ટકા જાહેરમાં શૌચમુક્ત કરવાનું બીડું ઝડપ્યું છે, જેની જાગૃતિ માટે વાનરસેના પણ બનાવી છે.

નહીંતર વાનરસેના થાળી-વાટકી લઇને તમારી પાછળ આખા ગામમાં ફરશે

100 % જાહેરમાં શૌચમુક્ત કરવાનો નિર્ધાર

અન્ય સમાચારો પણ છે...