તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક હિતાર્થે..

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડમાં100માંથી 70 સાપ ઝેરી કોબ્રા હોવાથી સર્પ દંશને કારણે દર વર્ષ 100 જેટલા મોત થાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા વિવિધ સાપોની જાણકારી પ્રાપ્ત થાય તે માટે એબીવીપી અને સુરેન્દ્રનગર પાલિકા દ્વારા સર્પ પ્રદર્શનનું આયોજન કરાયુ છે. તા. 30 સુધી ચાલનાર સર્પ પ્રદર્શનમાં કોબ્રા, કાળોતરો, ખડચીતરો, ફૂરસા વગેરે 23 વિવિધ સાપોને જોવા અને માહિતી માટે હજારો લોકો ઉમટી પડશે.

ઝાલાવાડમાં કાળો અને બ્રાઉન કોબ્રા, ત્રિશળયુક્ત કોબ્રા, કાળોતરો વગેરે સાપોની સંખ્યા વધુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે 100 જેટલા લોકોનાં મોત સર્પ દંશને કારણે થાય છે. આથી લોકોને સાપની માહિતી અને જોવા મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા તા. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વઢવાણના આનંદભુવન ખાતે ખાતે ત્રિ દિવસીય સર્પ પ્રદર્શનનું આયોજન કરાયું છે. પ્રદર્શનનું ઉદ્દઘાટન બે દિવ્યાંગ બાળકોએ કર્યુ હતુ. પ્રસંગે એબીવીપીના વિભાગ પ્રમુખ રવિસિંહ ઝાલા, ભવાનીસિંહ મોરી, જયદીપસિંહ ડોડીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનમાં કોબ્રા, ફૂરસા, ખડચીતરો, કાળોતરો, કેઇટ, લીલો વેલીયો, રજવાડી સાપ વગેરે સર્પોનું નિદર્શન કરવામાં આવશે. અંગે સર્પ પકડવાનાં નિષ્ણાંત હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પકડાતા 100 માંથી 70 કોબ્રા સાપ હોય છે. કોબ્રા સાપ બ્રાઉન અને બ્લેક હોય છે. ઉપરાંત ફેણની પાછળ ત્રિશુલયુક્ત અને ત્રિશુલ વગરનાં પણ કોબ્રા સાપ જોવા મળે છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો.

વઢવાણમાં આનંદભુવન ખાતે નગર પાલિકા દ્વારા સર્પ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ 23 પ્રકારના સર્પોનું પ્રદર્શન નિહાળવા માટે લોકો ઉમટી પડયા હતાં.

ઝાલાવાડમાં પકડાતા 100માંથી 70 સાપ કોબ્રા..

અન્ય સમાચારો પણ છે...