તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરની સ્કૂલના વિદ્યાર્થીઓએ A.Cની માંગણી સાથે કરી તોડફોડ..

સુરેન્દ્રનગરની સ્કૂલના વિદ્યાર્થીઓએ A.Cની માંગણી સાથે કરી તોડફોડ..

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરનીખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપીયા ફી લે છે. ત્યારે ફીના બદલામાં વિદ્યાર્થીને પૂરતી સુવિધા મળતી હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે બુધવારના રોજ શહેરની સરદાર પટેલ વિદ્યાલયના ધો.10ના વિદ્યાર્થીઓએ એસીની માંગ સાથે શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ શાળા વિરૂધ્ધ નારા લગાવી સરદાર પટેલ વિદ્યાલય પર પથ્થરમારો કરતા શાળાની બારીઓના કાચ ફૂટી ગયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક દાયકામાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. શાળાઓમાં વાલીઓ હજારો રૂપિયા ફી ભરીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મોકલે છે. પરંતુ તગડી ફી લેતી શાળાઓ વિદ્યાર્થીઓને પૂરતી ભૌતીક સુવિધાઓ આપતી હોવાની અનેકવાર રાવ ઉઠે છે. ત્યારે બુધવારના રોજ શહેરની સરદાર પટેલ વિદ્યાલયના ધો. 10ના વિદ્યાર્થીઓએ એસીની માંગ સાથે શિક્ષણનો બહિષ્કાર કરીને હૂરીયો બોલાવ્યો હતો. વિદ્યાર્થીઓ શાળાની બહાર એકઠા થયા અને શાળા વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં અમુક ટીખળખોર વિદ્યાર્થીઓએ શાળાની ઇમારત પર પથ્થરમારો કરતા બારીના કાચ ફૂટી ગયા હતા.

પ્રશ્નના હલ માટે શનિવારે વાલી બેઠકનું આયોજન

^અમુક તોફાની વિદ્યાર્થીઓના લીધે બીજા બધા વિદ્યાર્થીઓને અભ્યાસ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓની માંગણી મુજબ શાળામાં તાત્કાલીક એસી ફીટ કરાવી શકાય. પ્રશ્નના હલ માટે શનિવારે વાલી બેઠકનું આયોજન કરાયુ છે. ત્યાં સુધી વર્ગના વિદ્યાર્થીની રજા જાહેર કરી દેવામાં આવી છે. > કે.એન.પટેલ,સંચાલક,સરદાર પટેલ વિદ્યાલય

તગડી ફી વસૂલવા છતાં સુવિધા આપવા બદલ વિદ્યાર્થીમાં રોષ હતો

વિરોધ પણ રીત ખોટી |સ્કૂલના વિદ્યાર્થીઓએ કર્યો શિક્ષણનો બહિષ્કાર

અન્ય સમાચારો પણ છે...