તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી માધ્ય. શાળામાં 4 શિક્ષકની નિમણૂંક કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાનીસરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના લીધે શિક્ષણ કથળતુ હતુ. ત્યારે સરકારમાંથી લીલી ઝંડી મળતા જિલ્લાની શાળાઓમાં 4 શિક્ષકની ભરતી થશે. શિક્ષકોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરી સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડતી હતી. ત્યારે ઝાલાવાડમાં 4 શિક્ષકોની ભરતીની પ્રક્રિયાને લીલી ઝંડી મળી હતી. આથી જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલના માર્ગદર્શન નીચે કચેરી ખાતે નીકુભા પરમાર, એન.કે.લખતરીયાએ ચાર શિક્ષકોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરી સ્થળ પસંદગી કરાવી હતી. જેમાં મોટા હરણીયાની શાળામાં ગુજરાતી વિષયમાં પાઠક દીપ્તીબાલા, સરોડી શાળામાં અંગ્રેજી વિષયના દીપાબેન મોદી, કોટડા શાળામાં અંગ્રેજી વિષયના અજીતભાઇ રાઠોડ, જયેશભાઇ કલોલાએ સ્થળ પસંદગી કરી છે. શિક્ષકોની માહિતી ગાંધીનગર કમીશ્નરની કચેરીમાં મોકલાઇ અપાઇ છે. ત્યાંથી હૂકમ થયે શિક્ષકોની શાળામાં નિમણૂંક કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળામાં કથળતા શિક્ષણને બચાવવા તંત્ર મેદાનમાં

અન્ય સમાચારો પણ છે...