તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયલા ગામે પટોળા બનાવતા યુવાનનું જમીન મુદ્દે અપહરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલામાંપટોળા બનાવતા યુવાનને જમીન બાબતે બાઇક લઇને આવેલા યુવાને છરી બતાવી ધમકી આપીને ઘરમાં ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે બીજી તરફ કારમાં આવેલા પાંચ શખ્સોએ યુવાનનું અપહરણ કરી જંગલમાં લઇ જઇ માર મારેલ હોવાની ફરિયાદ દાખલ થઇ છે. આથી સાયલા પોલીસે દોડધામ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાયલાના ખરાવાડ વિસ્તારમાં પટોળા બનાવતા મુકેશભાઇ જીવાભાઇ રાઠોડ પોતાના ઘર પાસે હતા. ત્યારે સુરેન્દ્રનગર રહેતા ડાયાભાઇ બોઘાભાઇ ચાવડાના કહેવાથી બાઇક લઇને આવેલા મહેશભાઇ નરશીભાઇ ચાવડાએ મુકેશભાઇને બળજબરીપૂર્વક બાઇક ઉપર બેસાડીને જીન વિસ્તાર તરફ લઇ ગયા હતાં. અને જીતેન્દ્રભાઇ નટવરલાલના ઘરે લઇ જઇને ત્યાં હાજર રહેલા પ્રદિપભાઇએ છરી બતાવીને મુકેશભાઇના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપી હતી. બાબતે સાયલા પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

જયારે પ્રદિપભાઇ નટવરભાઇ પરમાર બાઇક લઇને ખરાવાડ વિસ્તારમાં જતા હતા દરમીયાન મુકેશભાઇ રાઠોડ પોતાની કાર લઇને સામેથી આવીને કારમાં રહેલા ખેતાભાઇ, જીવાભાઇ, ભરતભાઇ અને ખુશાલભાઇ કારમાંથી નીચે ઉતરીને છરી બતાવી કારમાં બેસાડી જંગલમાં લઇ માર માર્યો હતો. બાઇક લઇને આવેલા નાગજીભાઇ, મેહુલભાઇ અને જયેશભાઇએ તલવાર બતાવી ડાયાભાઇ બોઘાભાઇની વેચાણ રાખેલી જમીનમાંથી નીકળી જજે તેમ જણાવી માર મારી કારમાં બેસાડીને પ્રદિપભાઇને રસ્તા વચ્ચે છોડી નાસી ગયા હોવાની ફરીયાદ કરી છે. અને બાબતે પોલીસે સામસામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

જંગલમાં લઇ જઇ માર માર્યો : બંને પક્ષની સામસામે રાવ

અન્ય સમાચારો પણ છે...