તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓ સાજા કરતી સરકારી હોસ્પિટલ રોગચાળાનું ઘર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરશહેરની ગાંધી હોસ્પિટલ જાણે મચ્છરોનું ઉપદ્રવસ્થાન બની હોય તેમ ઠેર ઠેર ગંદા પાણી તેમજ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે. સારવાર માટે આવતા દર્દીઓ સાથે તેના પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા અને પરિવારજનો સાથે રહેતા કર્મીઓને પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ગંદા પાણીના નિકાલ સાથે હોસ્પિટલ વિસ્તારમાં રહેલી ગંદકી દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં શહેરીજનો સાથે સાથે ગ્રામ્ય પંથકનાં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે. ત્યારે ખુદ ગાંધી હોસ્પિટલ બીમાર અવસ્થામાં હોય તેવો ઘાટ સર્જાયો છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદા પાણી, શૌચાલયોના ખાળકૂવા બ્લોક થવા તેમજ ગંદકીને લીધે સ્વચ્છ હોસ્પિટલ આજે અસ્વચ્છ રહેતા દર્દીઓ સાથે લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. મચ્છરો સહિતના જીવજંતુઓનું ઉપદ્રવસ્થાન બની રહેલી હોસ્પિટલમાં સારવાર લેતો દર્દીઓ સાજો તેમજ તેની સાથેના પરિવારજનો રોગચાળામાં સપડાતા હોવાની બૂમરાણો ઉઠી છે. અંગે નાગરભાઇ પરમાર, ભૂપેન્દ્રભાઈ સોલંકી, નંદાબેન જોષી વગેરેએ જણાવ્યું કે, પછાત વિસ્તારોની શેરી ગલીઓ પણ કંઇક ચોખી હોય છે. જ્યારે હોસ્પિટલમાં તો ચારેય તરફ ગંદા પાણી, બાવળોનાં ઝૂંડ, ખાળકૂવાઓની સમસ્યા સહિત ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. સારવાર માટેની હોસ્પિટલના વિસ્તારમાં રોગચાળો થવાનો ડર રહે છે. આથી દર્દીઓ તેમજ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગંદકી દૂર કરાવવી જોઇએ. અંગે સિવિલ સર્જન ડો.હરેશ વેસેટીયને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં થયેલી સમસ્યાઓ અંગે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. જ્યારે ક્વાર્ટરમાં રહેતા કર્મીઓને સૂચના આપી છે કે તમારી રીતે મજૂરો દ્વારા સફાઇ કરાવી નાંખવી જે બિલ થશે તે હોસ્પિટલ ચૂકવી દેશે.

શહેરની ગાંધી હોસ્પિટલમાં સર્જાયેલી ઠેર ઠેર ગંદકી ને ઉભરાતી ગટરથી જોખમી સ્થિતિ.-મુકેશ પરીખ

સફાઇ સાથે ગંદા પાણીના નિકાલની હોસ્પિટલ પાસે કોઇ દવા નથી

જિલ્લા મથકે ઉપેક્ષા : ગ્રામ્ય માટે ઉપયોગી હોસ્પિટલમાં જોખમી સ્થિતિ

અન્ય સમાચારો પણ છે...