તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |લખતરથીધોળીધજા ડેમ તરફ જતી અને દૂધરેજ પાસે પસાર થતી

સુરેન્દ્રનગર |લખતરથીધોળીધજા ડેમ તરફ જતી અને દૂધરેજ પાસે પસાર થતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |લખતરથીધોળીધજા ડેમ તરફ જતી અને દૂધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં છાશવારે લાશ મળી આવવાના બનાવો બને છે. ત્યારે શનિવારના રોજ બપોરે કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડના અનીરૂધ્ધસિંહ ઝાલા, હસુભા પરમાર, સંજયસિંહ ચૌહાણ, હરદીપભાઇ ગઢવી અને એએસઆઇ વાય.એ.દરવડીયા સહિતનાઓ કેનાલ પાસે ધસી ગયા હતા. જેમાં મહા મહેનતે લાશને બહાર કાઢતા મૃતક શહેરના નિર્મળનગરમાં રહેતો 35 વર્ષીય ધર્મેશભાઇ દિલીપભાઇ રાઠોડ હોવાનું ખૂલ્યુ હતુ. બનાવમાં ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

લખતરથી ધોળધજા તરફની દૂધરેજ કેનાલમાંથી લાશ મળી

અન્ય સમાચારો પણ છે...