તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઝાલાવાડમાં વિધાનસભા ચૂંટણીઓમાં સૌથી વધુ મતદાન વર્ષ 2007માં થયું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડમાં વિધાનસભા ચૂંટણીઓમાં સૌથી વધુ મતદાન વર્ષ 2007માં થયું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લાની પાંચ બેઠકો પર તા.9 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ચૂંટણીમાં જિલ્લાના 12.70 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. ત્યારે અગાઉની ચૂંટણીઓ પર નજર કરીએ તો જિલ્લામાં સૌથી વધુ મતદાન વર્ષ 2007માં 73.90 ટકા નોંધાયુ છે. વર્ષની ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે તંત્રે તૈયારીઓ કરી છે.

વિશ્વના અનેક દેશોમાં હજુ સરમુખત્યારશાહી અને રાજાશાહી ચાલી રહી છે. ત્યારે દેશો આઝાદ થઇને લોકશાહી ઝંખી રહ્યા છે. જેની સામે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓની મહા લડત બાદ દેશને આઝાદ કરી લોકશાહી રાષ્ટ્ર બનાવ્યુ હતુ. આજે ભારત વિશ્વના લોકશાહી દેશોમાં સૌથી મોટું લોકતંત્ર ધરાવે છે. ત્યારે યોજાતી ચૂંટણીઓમાં દરેક નાગરીકે મતદાન કરી લોકશાહીને ટકાવી રાખવી જરૂરી બને છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે. સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા બેઠકો પર 9 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. જિલ્લાના મતદારો હંમેશા મતદાન કરવામાં ઉદાસીન રહ્યા છે. વર્ષ 1962થી શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો સૌથી વધુ મતદાન વર્ષ 2007માં 73.90 ટકા નોંધાયુ હતુ. જયારે સૌથી ઓછુ મતદાન વર્ષ 1980માં 45.36 ટકા નોંધાયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષે વિધાનસભાની પાંચ બેઠકો પર 12,70,376 મતદારો મતદાન કરનાર છે. ત્યારે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે. વહિવટી તંત્ર દ્વારા મતદાન સમયે થતી પ્રક્રિયાઓની માહિતી આપવા માટે જાહેર સ્થળો પર ઇવીએમ અને વીવીપીએટનું પ્રદર્શન અને નિદર્શન યોજાય છે. ઉપરાંત શાળાના બાળકો રેલીઓ યોજીને લોકોને મતદાન કરવા પ્રેરે છે. જયારે રાજમાર્ગો પર બેનરો મૂકીને, વર્તમાનપત્રોમાં જાહેરખબર આપીને ચૂંટણી પંચ મતદારોને જાગૃત કરે છે. ઉપરાંત અગાઉની ચૂંટણીઓમાં જયાં અનીચ્છનીય બનાવ બન્યા હોય ત્યાં તંત્રના અધિકારીઓ ધસી જઇને લોકોને નિર્ભય બની મતદાન કરવા સમજણ આપે છે.

વર્ષે પાંચ બેઠકો પર મહત્તમ મતદાન કરાવવા તંત્રની તડામાર તૈયારીઓ

જિલ્લાના ઉદાસીન મતદારો જાગે અને લોકશાહી પર્વ ઉજવે...

સુરેન્દ્રનગર જિલ્લાની વિધાનસભા ચૂંટણીઓમાં થયેલું મતદાન

વર્ષ મતદાન

196245.82

1967 72.64

1972 57.51

1975 69.13

1980 45.36

1985 46.64

વર્ષમતદાન

199061.52

1995 71.85

1998 63.36

2002 71.18

2007 73.90

2012 69.79

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો