રતનપર કોઝવે વળાંકમાં ગાબડુ : અકસ્માતનો ભય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનચાલકો જીવના જોખમે પસાર થાય છે

સુરેન્દ્રનગરઆંબેડકરચોકથી રતનપર તરફ જવાના રસ્તા પર આવેલા નાળામાં ગાબડુ પડી ગયુ હતું. વળાંકમાં છેલ્લા ઘણા સમયથી સર્જાયેલી સમસ્યાથી લોકો જીવના જોખમે અહીંથી પસાર થઇ રહ્યાં છે.

સુરેન્દ્રનગર શહેરનાં રતનપર અને આંબેડકરચોકને જોડતા કોઝવેના મુખ્ય વળાંકમાં નાળા નીચેથી ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ રસ્તા પર સિમેન્ટ કોંક્રેટીથી ભરેલા નાળા પર ગાબડુ પડી ગયુ હતું. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ રહીશોને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અંગે જયંતીભાઈ, ભૂપતભાઈ, હરીભાઈ, રાયમલભાઇ વગેરે જણાવ્યું કે, રસ્તા પર વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. ત્યારે નાળા પર કોઇ મોટો અકસ્માત થાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.

રતનપર,રેલવેબ્રીજ તરફ જવાના રસ્તા પર ગાબડુ પડેલ તેની તસવીર

અન્ય સમાચારો પણ છે...