અંતે પાટડીની સરકારી કચેરીઓ બહાર તાલુકો ‘દસાડા’ લખાવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘દસાડા’તાલુકો કે ‘પાટડી’ યક્ષ પ્રશ્ન વર્ષોથી વણઉકેલો હતો. ત્યારે દસાડાના શખ્સે બાબતે લોક દરબારમાં પ્રશ્ન ઉઠાવ્યા બાદ વિકાસ કમિશનરની સુચનાથી પાટડીની સરકારી કચેરીઓ બહાર તાલુકો “દસાડા” એમ લખવામાં આવ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાનો દસાડા તાલુકો હોવા છતા મોટા ભાગની સરકારી કચેરીઓ જેવી કે, પ્રાંત ઓફિસ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ, માર્ગ અને મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સહિતની મોટા ભાગની તમામ સરકારી કચેરીઓ પાટડીમાં હોવાથી ‘દસાડા દફ્તર બહાર’ એવો ગણગણાટ લોકોમાં સાંભળવા મળ્યો હતો. ગાંધીનગર વિકાસ કમિશનરના આદેશ અને મહેસુલ વિભાગના તા- ૯/૩/૧૯૯૫ના પત્રમાં જણાવ્યાનુસાર પાટડી તાલુકો નથી પરંતુ દસાડા તાલુકાનું મુખ્ય મથક છે. આથી એમણે પાટડીની તમામ સરકારી કચેરીઓ બહાર તાલુકો “દસાડા” લખવાનો લેખીત આદેશ કરવા છતા કોઇ કાર્યવાહી કરાઇ નહોતી. બીજી બાજુ દસાડા ગામના બશીરખાનજી મલિક દ્વારા બાબતે લોક દરબારમાં ઉગ્ર રજૂઆતો કરાયા બાદ અંતે પાટડી મામલતદાર કચેરી બહાર મામલતદાર કચેરી-દસાડા

અનુસંધાનપાના નં.2

દસાડાના શખ્સે લોક દરબારમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...