તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાંથી ચોરેલા બાઇક સાથે બે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોરાવરનગરપોલીસ નાઇટ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે રતનપર ફાટક પાસેથી બે શખસો શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેમને રોકી પૂછપરછ કરાઇ હતી. જેમાં ચોકીના મહેશભાઇ ઉર્ફે ગોગો જયંતીભાઇ મેટાળીયા અને ઉંટડીના અજયભાઇ ઉર્ફે ભૂરો રામસંગભાઇ ચીહલાએ 10 માસ પહેલા બજાજ પ્લેટીના બાઇક આર્ટસ કોલેજ સામેના કુટીર મેળાના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યુ હતુ. આથી બન્ને શખ્સોને રૂપિયા 20 હજારના બાઇક સાથે ઝડપી લઇ વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...