ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

ઝાલાવાડનીતરસી ધરા પર મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ રાખ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘો મહેરબાન થતા 1 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જયારે પાટડીમાં 12 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર થઇ ગયુ હતુ. ઝાલાવાડમાં મેઘરાજા ઓળઘોળ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. બીજી તરફ ભારે પવનના લીધે વીજ થાંભલા, વૃક્ષો પડવાના બનાવો પણ બન્યા છે. જયારે તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી મેઘરાજાના મંડાણ થતા ઝાલાવાડમાં સાર્વત્રીક વરસાદ નોંધાયો છે. સોમવારે રાત્રે અને મંગળવાર વહેલી સવારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જયારે સવારથી લાઇટો ગૂલ થઇ જતા વેપારીઓ અને લોકો પરેશાની ભોગવી રહ્યા હતા. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ધીમીધારના વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા અને રસ્તા પર વાહનો ફસાઇ જવાના બનાવો બન્યા હતા.

પાટડી: પાટડીમાંઆજે દિવસ દરમિયાન પવનના સુસવાટા સાથે 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા તબાહી મચી હતી. અનેક વિસ્તારો કેડસમા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જયારે પાટડી ખારાઘોઢા અને પાટડી અમદાવાદ વચ્ચેનો રસ્તો ઠપ થઇ ગયો હતો. નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં ઝૂંપડામાં પાણી ભરાઇ જતા 200થી વધુ લોકોને આબુરાજ અન્નક્ષેત્ર, જવાહર પ્રાથમિક શાળા અને અન્ય શાળાઓમાં સલામત જગ્યાએ ખસેડાવી રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઇ હતી. જયારે પાટડી તાલુકામાં 30થી વધુ કાચા મકાનો જમીનદોસ્ત થવાના સમાચાર મળ્યા છે.

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાપંથકમાં બે દિવસથી ભારે વરસાદ અને પવનને લીધે શહેર અને ગ્રામ્ય પંથકમાં અનેક વૃક્ષો, વીજથાંભલા અને મકાનો પડી જતાં ભારે નુકસાન થયુ હતું. વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ધ્રાંગધ્રાનો ફલકુડેમ ઓવરફલો થતાં શહેરનાં નિચાણવાળા વિસ્તારો અને ફલકુડેમ પાસે આવેલ ગામનો એલર્ટ કરાયા અને તંત્ર દ્વારા સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા હતાં.

ચોટીલા: ચોટીલાપંથકમાં ભારે પવન વચ્ચે થયેલા વરસાદના લીધે વીજ થાંભલા અને ટીસી પડી જવાના અનેક બનાવો બન્યા હતા. જેમાં નાવા ગામની શાળામાં ટીસી, ગુંદા, થાન રોડ અને ચોટીલા રોડ પર વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જયારે સોમવારે રાત્રે 3 કલાકે ખોરવાયેલ વીજ પુરવઠો મંગળવાર સાંજ સુધી પણ આવતા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

થાન: થાનનાવિવિધ વિસ્તારો તરણેતર રોડ, સર્વોદય સોસાયટી,ઝાલાવાડ પોટરી પાસે, આંબેડકરનગર, મંગલદીપ સોસાયટી, ખોડીયાર સોસાયટી સહિત અનેક વિસ્તારમાં સતત ત્રણ દિવસ વરસેલા વરસાદને કારણએ પાણી ભરાઇ ગયા છે. જ્યારે થાનની પોસ્ટ ઓફિસમાં એક મોટુ ઝાડ પડી ગયુ હતું.

હળવદ: હળવદપંથકમાં 48 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હળવદ શહેરનાં સરા રોડ પર જાહેરાતનાં હોર્ડિગ્સ ધરાશાયી થયા હતાં. હળવદ તાલુકાનાં વેગડવાવ, રણમલપુર, કીડી, ઘણાદ, અજીતગઢ, ખોડ,માનસર, રાણેકપર, ચૂપણી, સુંદરીભવાની સહિતના ગામોમાં વરસાદ પડયો હતો.જ્યારે ભારે વરસાદનાં કારણે સરા રોડ પર આવેલી રૂક્ષમણી સોસાયટીમાં આશરે 70 થી 80 મકાનો પાણીમાં ગરકાવ થયા હતાં.

લીંબડી: લીંબડીમાંવરસાદી ઝાપટા વરસવાનાં અવિરત ચાલુ રહેતા છાલિયા તળાવ ઓવરફલો થયુ હતું. બીજી તરફ ગ્રામ્ય પંથકનાં ભલગામડા, અંકેવાળિયા, નાના-ટીંબલા, મોટા ટીંબલા, રામરાજપર, શિયાણી, ઘાઘરેટિયા, ચોરણિયા વગેરે ગામોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

થાન

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા

પાટડી

વઢવાણ

હળવદ

હળવદ

મૂળી

ઝાલાવાડમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદ અને પવનના કારણે અનેક વૃક્ષો અને કાચા મકાનો ધરાશાયી થઇ ગયા હતા }મુકેશ પરીખ,અસવાર જેઠુભા, મનીષ પારીક,જયદેવ ગાેસ્વામી,કિશોર પરમાર,મનોહરસિંહ રાણા,ભરત દવે

વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયાં, રસ્તા બંધ - વીજળી ઠપ

અન્ય સમાચારો પણ છે...