• Gujarati News
  • નવા ડી.પી.પ્લાનની ક્ષતિઓ ધ્યાને આવતા રજૂઆત

નવા ડી.પી.પ્લાનની ક્ષતિઓ ધ્યાને આવતા રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વુડાદ્વારા સુરેન્દ્રનગર-વઢવાણનાં વિકાસ હેતુ આજુબાજુનાં ગામોને સાંકળીને નવા રીંગરોડ આપીને વિકાસનો લે આઉટ (ડી.પી.પ્લાન) જાહેર થયો છે. ત્યારે પ્લાનમાં કેટલીક ક્ષતિઓ ધ્યાને આવતા સુરેન્દ્રનગરનાં ટ્રસ્ટે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિકાસ સત્તામંડળને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં ફાઇનલ ડી.પી.પ્લાન તૈયાર કરતા પહેલા રૂબરૂ સૂચનો અંગેની રજૂઆત કરવાની તક આપવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિકાસ સત્તામંડળનાં ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ-13 હેઠળ મુસદારૂપ વિકાસ યોજના પ્રસિધ્ધ થઇ હતી. જેમાં સ્વુડા દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણનાં વિકાસ માટે આજુબાજુનાં ગામોને સાંકળીને નવા રીંગ રોડ આપીને વિકાસનો ડી.પી.પ્લાન જાહેર થયો હતો. તેમાં કેટલીક ક્ષતિઓ ધ્યાને આવતા સુરેન્દ્રનગર સાયન્ટિફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લેખિતમાં રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયા મુજબ ઔદ્યોગિક ઝોન બાબતે 19 ગામોની 100 ટકા ગ્રીનઝોનનાં બદલે 40 ટકા ગ્રીન ઝોન જાહેર કરવો જોઇએ. તેમજ 40 ટકા ગ્રીનઝોન રાખીને બાકીની 60 ટકા જમીન ઔદ્યોગિક તેમજ રહેણાંક માટે જાહેર કરવી. 19 ગામોનો સમાવેશ સ્વુડામાં કરવામાં આવેલ છે તો તે ગામોને જોડતો રીંગરોડ બનાવાનું આયોજન કરવુ જોઇએ. મૂળચંદ ગામની પહેલા અને પછી 60 મીટરનાં બે રોડ સૂચવવામાં આવ્યા છે. બંને રોડ માત્ર કોઠારીયા રોડ સુધી રાખવામાં આવ્યા છે. આજુબાજુનાં ગામોનો સમાવેશ કરીને રાજકોટ રોડ સાથે જોડી દેવા જોઇએ.

25 વર્ષે બનાવેલા નવો ડી.પી પ્લાન ફાઇનલ થાય તે પહેલા સુધી સૂચનો સાંભળી લેવા માટે માંગ ઉઠી