• Gujarati News
  • ડુપ્લિકેટ લેબલથી સીંગતેલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

ડુપ્લિકેટ લેબલથી સીંગતેલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેકટરીના સ્થળે થી ૧૩ હજાર બોગસ લેબલ મળી આવ્યા

સુરેન્દ્રનગર શહેરમાં ખૂલ્લેઆમ ડિસ્કો તેલનું વેચાણ કરી લાખો લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રાાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી ચૂકી છે. ત્યારે વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં પુરવઠા અને ફ્રૂડ વિભાગની સંયુકત ટીમે દરોડો પાડીને જુદી જુદી જાણીતી કંપનીના બોગસ લેબલ મળી આવતા અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતાં. ચેકિંગ માટે ત્રાટકેલી ટીમે મિલન પ્રોટીન તથા ગાયત્રી એન્ટર પ્રાઇઝમાંથી કુલ રૂ. ૬.૫૬ લાખનો તેલ તથા સોયાબીનના ડબ્બા સાથેનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં ડિસ્કો તેલનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવતુ હોવાની વાત જગજાહેર છે. તેમાં ખાસ કરીને વઢવાણ જીઆઇડીસીમાં આવા ડુપ્લિકેટ તેલ બનાવવાનાં પાંચ જેટલા એકમો ધમધમી રાાં છે. આ બાબતની નોંધ લઇને જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટે સ્ટાફનાં આર.બી.ડાંગી, આર.યુ.ફૂલાધારા, અરવિંદભાઈ પટેલ, એ.કે. રાણા, ગોરવાડીયાભાઈ, જયેશભાઈ મહેતા, રણજીતભાઈ તથા ફ્રૂડવિભાગનેે સાથે રાખીને વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગાયત્રી એન્ટર પ્રાઇઝ તથા મિલન પ્રોટીન્સ નામનાં બે એકમમાં મોટી સાંજના સમયે દરોડા પાડયા હતાં. અચાનક ચેકિંગ ટીમ ત્રાટકતા માલિકોમાં દોડધામ મચી હતી. અને બધુ ભીનું સંકેલવા માટે પોતાના ગોડફાધરો પાસે દોડતા થઇ ગયા હતાં. પરંતુ સંપૂર્ણ બાબત જાણતા હોય પુરવઠા ઇન્સ્પેકટર દમયંતીબેન બારોટે પોતાના સ્ટાફને પણ જાણ કર્યા વગર સીધા સ્થળ પર જઇને દરોડાની સૂચના આપી હતી. અને તમામ કર્મચારીનાં ફોન પણ બંધ કરાવી દેવામાં આવતા ગોડફાધરો પણ ફાવ્યા ન હતાં. અને ચેકિંગ ટીમે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી હતી. જેમાં ગાયત્રી એન્ટરપ્રાઇઝમાં લાઇસન્સની ાતિ તથા હાજર જથ્થામાં વધઘટ જોવા મળી હતી. તો મિલન પ્રોટીન્સમાં સોયાબીનનો જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગની ટીમે બંને એકમમાંથી કુલ ૬.૭૦ લાખનો તેલ તથા સોયાબીનનો જથ્થો સીઝ કર્યોહતો. જયારે ફ્રૂડ વિભાગની ટીમે હાજર તેલ તથા સોયાબીનનાં નમૂના પણ લીધા હતાં.
પુરવઠા અને ફ્રૂડ વિભાગની ટીમ ત્રાટકી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા તેલનો કાળો કારોબાર કરનાર વેપારીઓએ પણ પોતાના ગોડાઉનમાં પડેલા તેલનાં જથ્થાને સગેવગે કરવા દોડધામ મચાવી હતી. વઢવાણ જીઆઇડીસીમાં ડિસ્કોતેલનાં શંકાસ્પદ ગોરખધંધા સાથે નામાંકિત કંપનીનાં નામે બોગસ તેલ વેચવાનો ભાંડો ફૂટતા ખળભળાટ મચી ગયો છે.
દરોડા અનેક, છતા ગોરખધંધા કેમ ચાલ