• Gujarati News
  • હવે પછાત વર્ગના લોકોને સીધો લાભ આપવા નિગમ તૈયાર : બારોટ

હવે પછાત વર્ગના લોકોને સીધો લાભ આપવા નિગમ તૈયાર : બારોટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર સહિત ગુજરાતનાં અનેક પછાત વર્ગનાં લોકો જરૂરી જાણકારીને અભાવે સરકારી યોજનાઓનો લાભ લઇ શકતા નથી. આવા લોકોને સીધો લાભ મળે તે માટે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમે કમ્મર કસી હોવાનું અઘ્ય ા જયંતિભાઈ બારોટે જણાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં યોજનાનો લાભ લેવા માટે યોજાયેલી શિબિર પહેલા નવા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં અઘ્ય ો અનેક મહત્વની માહિતીઓ આપી હતી.
પછાત વર્ગના વિકાસ માટે ૧૯૯૭-૯૮માં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. ભાજપ સરકારે અનેક યોજનાઓ થકી પ્રજાને રોજગારી અને આર્થિક પગભર બનાવવાના હેતુથી નિગમને ફરીથી જીવંત બનાવ્યું છે. અને તેના અઘ્ય ાનો તાજ જયંતીભાઈ બારોટનાં શીરે મૂકયો છે. આ નિગમ દ્વારા પછાત વર્ગના લોકોને અનેક એકમોની સ્થાપના સહિતના વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે. પરંતુ લોકોને તેની જાણકારી ન હોવાથી જનતા તેનો લાભ લઇ શકતી નથી. અને આથી જ ભાજપ સરકાર દ્વારા નિગમનાં અઘ્ય ા જયંતીભાઈ બારોટની આગેવાનીમાં સ્થાનિક ભાજપ અગ્રણીઓને સાથે રાખીને યોજનાની લોકોને જાણકારી આપવા માટે દરેક જિલ્લામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણ મેડકિલ હોલ ખાતે ગુરૂવારે યોજાનાર શિબિર પહેલા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં અઘ્ય ા જયંતીભાઈ બારોટે યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસદ શંકરભાઈ વેગડ, ધારાસભ્ય વર્ષાબેન દોશી, જેસીંગભાઈ ચાવડા,જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, મહામંત્રી અનિરૂદ્ધસિંહ પઢિયાર, નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલીયા, ચંદ્રશેખરભાઈ દવે સહિતના અગ્રણીઓ સક્રિટ હાઉસ ખાતે ઉપસ્થિત રાાં હતાં. આ નિગમ દ્વારા ખેતી લઘુઉધોગ, સેવા સેકટર, શૈ ાણીક તથા પરિવાર સેકટર સહિતનાં અનેક એકમાં માટે સીધી લોન આપવાની યોજના છે. આ માટે નિગમ પાસે પૂરતુ સીધી લોન આપવાની યોજના છે. આટલુ જ નહીં પરંતુ દરેક લાભાર્થીને તેનો લાભ મળે તે માટે યોજનાના લાભાર્થીઓની કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. અને અરજી કરનાર દરેકને લાભ આપવાનું આયોજન કરાયું છે. આથી પછાત વર્ગમાં આવતી ૧૪૬ જ્ઞાતિનાં વધુમાં વધુ લોકો આ યોજનામાં ફોર્મ ભરી સ્વનિર્ભર બને તે માટે પછાત વર્ગના લોકોને જણાવવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં સમાજ શિ ાણ શિબિર પહેલા પત્રકાર પરિષદ યોજાઇ હતી. મુકેશ પરીખ