બાઇક- ઘરફોડ તસ્કરીનો તરખાટ, બેલડી સાણસામાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીતાલુકાના સરા ગામના રહેણાંક મકાનમાં એલસીબી ટીમે છાપો માર્યો હતો. ત્યારે બાઇક સાથે સાથે ઘરફોડ ચોરીમાં પણ હાથ સાફ કરનાર બેલડીનો પર્દાફાસ થયો હતો. ચોરી કરેલા વાહનો વેંચી નાંખે તે પહેલા બંને શખ્સો પોલીસના સાણસામાં આવી જતાં 9 બાઇકો સાથે રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર પોલીસે બાતમી આધારે છાપો મારી રાજુભાઈ લાલજીભાઈ મકવાણા તેમજ મૂળ લીંબડીના અને હાલ મોરબી રહેતા ઘરફોડ તેમજ બાઇક ચોરીનો માસ્ટરમાઇન્ડ એવા કમલેશભાઈ ઉર્ફે રાજુ કાંતીભાઈ મકવાણાને દબોચી લીધા હતાં. ત્યારબાદ રાજુભાઈ લાલજીભાઈ મકવાણાના મકાનના ફળીયામાંથી 3 તેમજ મકાનના રૂમમાંથી 6 સહિત કુલ 9 મોટરસઇકલો સાથે રૂ. 2.25 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આરોપીઓએ ક્યાં ક્યાંથી બાઈક ક્યાંથી બાઇક ઉઠાવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલી બેલડી પૂછપરછમાં ભાંગી પડી હતી. જેમાં શખ્સો જાહેર જગ્યાઓ પર કે પાર્કિંગમાં પડેલા હોય તેવા મોટલાઇકલોનાં લોક ખોલી ડાયરેકટ કરી ચોરીને અંજામ આપતા હતા. ત્યારે ચોરી બેલડીની માસ્ટરીના કારણે મૂળી પંથકમાંથી -1, વાંકાનેરમાંથી 1 તેમજ મોરબી વિસ્તારોમાંથી-7 સહિત કુલ 9 બાઇકો ઉઠાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...