• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
ભાદરવાસુદ 11 એટલે જલજીલણી અગિયારસે ભગવાનને સ્નાન કરાવાય છે. ત્યારે ધાર્મિક ગ્રંથોમાં અગિયારસનું અદકેરૂ મહત્વ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ મંદિરોમાં બીરાજમાન ઠાકરજીને પાલખીમાં ઠાઠમાઠથી બેસાડી નગરયાત્રા કરાવતા ભાવિકોએ હર્ષભેર વધામણા કર્યા હતા.
વઢવાણ: શહેરનામંદિરોમાં જલજીલણી અગિયારસ પ્રસંગે ભગવાનને પાલખીમાં બેસાડીને સ્નાન કરાવાયુ હતુ. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર નગરયાત્રા નીકળતા લોકોએ ઉત્સાહભેર તેના વધામણા કર્યા હતા. જેમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર, લાલજી મહારાજની જગ્યા, રામ મહેલ મંદિર, મુરલી મનોહર, કારડીયાના ચોરા મંદિરોમાં ભગવાનની ધર્મ તળાવ સુધી સ્નાન યાત્રા નીકળી હતી.
ચોટીલા: જલજીલણીઅગિયારસના અત્યંત મહત્વના દિવસે ચોટીલાની ધારશીભગતજીની જગ્યા, હરિ માધવની જગ્યા, સુંદરબાઇની જગ્યાના ઠાકરજીની પાલખીયાત્રા ચોટીલા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ઠાકરજીને ભાવિકોએ ઘર આંગણે તેડાવીને હર્ષભેર આરતી ઉતારી હતી.
ચોટીલામાં જીલજીલણી અગિયારસની ઉજવણી કરાઇ હતી.ચૂડામાં જીલજીલણી અગિયારસે પાલખીયાત્રા નીકળી હતી. / પંકજશાહ, પંકજ ત્રિવેદી, અસવાર જેઠુભા
જલજીલણી અગિયારસે ઠાકોરજી પાલખીમાં નગરચર્યાએ નીકળ્યા