મોરબી ખાતે યોજાનાર મેગા જોબફેરમાં 60 કંપની આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનોનેવધુને વધુ રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટેના સરકાર ધ્વારા રાજ્યમાં મેગા જોબફેર સહિતના અનેકવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. આગામી તા.૧૩ ના રોજ મોરબી ખાતે યોજાનાર મોરબી સુરેન્દ્રનગર જિલ્લા મેગા જોબફેરમાં અંદાજે ૬૦ જેટલી ખાનગી કંપનીઓ નોકરી વાચ્છુક યુવાનોને નોકરીની તકો પૂરી પાડશે તેમ મોરબી જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું.

મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના સયુંકતપણે યોજાનાર મેગા જોબ ફેરમાં રોજગાર કચેરીમાં એસ.એસ.સી,એચ.એસ.સી, સ્નાતક, આઇ.ટી.આઇ, ડિપ્લોમાં તેમજ અનસ્કીલ્ડ તાલીમાર્થી યુવાનો ૨૫૮૧ થી વધુ લાભાર્થીઓ આમા ભાગ લેનાર છે.

અંદાજે ૬૦ જેટલી ખાનગી કંપનીઓ માટે ઉપસ્થિત રહી યુવાનોને રોજગારી માટેના રોજગારપત્રો અર્પણ કરશે મોરબીની એલ.ઇ.એન્જિયરિંગ કોલેજના મેદાનમાં તા.૧૩-૨-૧૭ ના સવારના ૧૦.૦૦ કલાકથી યોજાનાર મેગાજોબફેરમાં વધુને વધુ યુવાનો ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે અનુરોધ કર્યો છે. તેમજ જોબફેરમાં રાજ્યના કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા, ગ્રામીણ વિકાસ મંત્રી જયંતીભાઈ કવાડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...