તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરશહેરમાં રહેતા વ્યકિતએ મેડિકલ પોલીસી લીધી હતી. ત્યારબાદ આંખમાં

સુરેન્દ્રનગરશહેરમાં રહેતા વ્યકિતએ મેડિકલ પોલીસી લીધી હતી. ત્યારબાદ આંખમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરશહેરમાં રહેતા વ્યકિતએ મેડિકલ પોલીસી લીધી હતી. ત્યારબાદ આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યુ હતુ. પરંતુ વીમા કંપનીએ પૂરો ખર્ચ મંજૂર કરતા ફોરમમાં કેસ દાખલ કર્યો હતો. કેસ ચાલી જતા ફોરમે વીમા કંપનીને પૂરી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

સુરેન્દ્રનગરના તપોવન પાસે રહેતા ડાયાલાલ હરજીવનભાઇ પટેલે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમા મેડિકલેઇમ વીમો લીધો હતો. જેમાં વર્ષ 2015માં આંખમાં તકલીફ થતા મોતિયાનું ઓપરેશન કરાવ્યુ હતુ. ત્યારબાદ ઓપરેશન થયેલ ખર્ચ 1.5 લાખ મૂક્યો પરંતુ કંપનીએ 18 હજારનો ક્લેઇમ પાસ કર્યો હતો. જેને પગલે કેસ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરાયો હતો. જેમાં ફોરમના પ્રેસીડેન્ટ જજ વી.કે.વ્યાસ અને સભ્ય અર્ચનાબેન પંડ્યાએ 30 દિવસમાં પૂરી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો.

1.5 લાખના સ્થાને રૂ.18 હજાર ચૂકવ્યા

અન્ય સમાચારો પણ છે...