તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • વઢવાણ તાલુકામાંથી પસાર થતી ભોગાવા નદીમાં રેતીનો અખૂટ ભંડાર

વઢવાણ તાલુકામાંથી પસાર થતી ભોગાવા નદીમાં રેતીનો અખૂટ ભંડાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ તાલુકામાંથી પસાર થતી ભોગાવા નદીમાં રેતીનો અખૂટ ભંડાર ધરબાયેલો છે. ત્યારે રેતીચોરો દ્વારા બેફામ રેતીચોરી કરવામાં આવતુ હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ગુરૂવારે રાત્રે વઢવાણ મામલતદાર, પોલીસ અને ખાણ ખનીજની ટીમે નાના કેરાળામાં દરોડા કર્યા હતા. જેમાં લીઝ બહારની જગ્યામાંથી રેતીચોરી કરતા રૂપિયા 15 લાખની કિંમતના હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવા નદીમાં મળી આવતી રેતી રેતીચોરો માટે સ્વર્ગ સમાન બની છે. રાતો રાત કરોડપતિ બની જવાના સપના સેવતા રેતીચોરી દિવસ અને રાત ભોગાવા નદીમાંથી રેતીની બેફામ ચોરી કરતા હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે વઢવાણ તાલુકના નાના કેરાળા ગામે રેતીચોરી અંગેની બાતમીને આધારે દરોડા કરાયા હતા. જેમાં વઢવાણ મામલતદાર પી.વી.સેજપાલ, સર્કલ ઓફીસર એ.એ.પંજવાણી, તલાટી હિતેશભાઇ બાવળીયા, ખાખ ખનીજના સુપરવાઇઝર સંજયભાઇ પટેલ સહિતનાઓએ પોલીસને સાથે રાખી દરોડો કરતા રેતીચોરોમાં નાસભાગ મચી ગઇ હતી. દરમિયાન નાના કેરાળામાં આવેલ મથુરભાઇ વાલજીભાઇની કાયદેસરની લીઝ બહારની જમીનમાંથી રેતીચોરી થતી હોવાનું ટીમના ધ્યાને આવ્યુ હતુ. સ્થળેથી રૂપિયા 15 લાખની કિંમતનું હિટાચી મશીન અને એક હોડી જપ્ત કરવામાં આવી હતી. જયારે હિટાચી મશીનના ડ્રાઇવર સુરેન્દ્રનગરના શકિતપરામાં રહેતા રાજુભાઇ ભુરાજી રાઠોડના નિવેદનને આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. વઢવાણના નાના કેરાળામાં રેતીચોરી અંગે દરોડો થતા ભોગાવા નદી કાંઠે આવતા અન્ય ગામોના રેતીચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પોતાના કાળા કામો રાતોરાત બંધ કરી દીધા હતા.

રૂપિયા 15 લાખના ઝડપાયેલા હિટાચી મશીનના ડ્રાઇવરના નિવેદન લઇને ફરિયાદ નોંધાવાશે

અન્ય સમાચારો પણ છે...