તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • જિલ્લાની જુદી જુદી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઓની બદલીનો

જિલ્લાની જુદી જુદી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઓની બદલીનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાની જુદી જુદી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઓની બદલીનો ગંજીપો ચીપાવાની ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે જિલ્લા વિકાસ અધીકારીએ એક સાથે 66 તલાટીઓની બદલીના ઓર્ડર કરતા તલાટીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો છે.

જિલ્લાના 652 ગામમાં ફરજ બજાવતા કે ચાર્જ સંભાળતા તલાટીઓની બદલીઓ થવાની છે તેવી ચર્ચાઓ ચાલતાની સાથે રાજકીય નેતાઓની ઓળખાણ ધરાવતા તલાટીઓએ બદલીના ઓર્ડરમાં આપણુ નામ આવે અને પસંદગીની જગ્યા મળે તેવી ભલામણો કરવાની શરૂઆત કરી દીધી હતી. દરમિયાન એક જગ્યા પર તલાટી કેટલા સમયથી ફરજ બજાવે છે. તે તમામ બાબતોની એક યાદી તૈયાર કરીને જિલ્લા વિકાસ અધીકારી મહેશ પટેલે એક સાથે 66 તલાટીની અરસ પરસ બદલીના ઓર્ડરો કર્યા હતા. જેમાં સૌથી વધુ પાંચ વર્ષથી એક જગ્યા પર ફરજ બજાવતા તલાટીઓને સૌથી વધુ બદલી કરી છે. ઉપરાંત કેટલાક લોકોએ અન્ય જગ્યાએ જવાની રજૂઆત કરી હતી. તેવા લોકોની પણ બદલી કરાઇ છે. લાંબા સમયથી એક જગ્યા પર ફરજ બજાવતા કેટલાક તલાટીઓને બદલતા ગણગણાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...