તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્કાજામ : લોકો અટવાયા, કોંગ્રેસી પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા રૂ. 500 અને 1000 દરની નોટો બંધ કરાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલી સામનો આજે પણ કરવો પડી રહ્યો છેે. ત્યારે સરકારની નીતિ સામે વિરોધ દર્શાવી જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો. જોકે સ્થાનિક પોલીસે તુરંત સ્થળે દોડી જઈ હાઈવે પરથી કાર્યકરોને હટાવી ફરી હાઈવે શરૂ કર્યો હતો. ત્યારે ધ્રાગંધ્રા, લીંબડી, ચોટીલા, પાટડી સહિતના હાઇવે બંધ રહેતા હાઈવે પર બને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી.

સમગ્ર જિલ્લમાં નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ રસ્તાજામના કાર્યક્રમો કર્યા હતા જેને પગલે હાઇવે પર દૂર દૂર સુધી વાહનો અટવાયા હતા. કેટલાક સ્થળોએ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તસવીર:મનોહરસિંહ રાણા, અશ્વિનસિંહ રાણા, પંકજ શાહ, મનીષ પારીક

અન્ય સમાચારો પણ છે...