• Gujarati News
  • ચોટીલા તા.કોંગ્રેસ પ્રમુખ તરીકે પીઢ રાજકીય અગ્રણીની વરણી

ચોટીલા તા.કોંગ્રેસ પ્રમુખ તરીકે પીઢ રાજકીય અગ્રણીની વરણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ચોટીલામાં કોંગ્રેસમાં જ્યારે શૂન્યાવકાશ સર્જાયો હતો. ત્યારે ચોટીલા તાલુકાની વિવિધ મંડળીઓનાં હોદ્દેદાર ચોટીલા તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે સતત ત્રણ વખત શાસન કરનાર આંબાભાઈ ઓળકીયાનાં કોંગ્રેસ પ્રવેશથી પક્ષમાં નવા પ્રાણ આવ્યા હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ભરતસિંહ સોલંકીનાં આદેસ અનુસાર આંબાભાઈ ઓળકીયાની ચોટીલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરી છે. અંગે આંબાભાઈ ઓળકીયાએ જણાવ્યું હતું કે, ચોટીલા તાલુકાનાં અનેક અંતરીયાળ ગ્રામ્યપંથકોમાં પીવાનાં પાણીની રાવ છે. ત્યારે કાર્યની શરૂઆત લોકોની સમસ્યા દૂર થાય તેવી કરવી છે.