• Gujarati News
  • થાનગઢમાં ~ 45 લાખના ખર્ચે સીસીરોડનો બનાવવાનો પ્રારંભ

થાનગઢમાં ~ 45 લાખના ખર્ચે સીસીરોડનો બનાવવાનો પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનગઢમાંપ્રાથમિક સુવિધાના અભાવની રાવ ઉઠી હતી. ત્યારે થાનના અમુક વિસ્તારમાં નવા સીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે રેલવે ફાટકથી પોલીસ ચોકી સુધી રૂપિયા 45 લાખના ખર્ચે નવો રસ્તો બની રહ્યો છે.

થાનગઢમાં રસ્તા, પાણી સહિત પ્રાથમિક સુવિધાના અભાવની બૂમરાણો ઉઠી છે. આથી થાનમાં પ્રાથમિક સુવિધાના કામો હાથ ધરાયા છે. જેમાં થાનમાં રેલવે ફાટકથી પોલીસ ચોકી સુધીના રૂપિયા 45 લાખના ખર્ચે નવા સીસી રોડના નિર્માણનું કાર્ય ચાલી રહ્યુ છે. રસ્તો કુલ 550 મીટર લંબાઇનો અને 9 મીટર પહોળાઇનો રોડ બન્યો છે. રસ્તાની બન્ને બાજુમાં આવેલી દુકાનો સુધી સીસી રોડ બનતા વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. જયારે હાલમાં નવો બનેલો વગડીયા ચોકડી સુધીના સીસી રોડ પર ટ્યુબલાઇટ અને થાંભલા નાંખવાનું કામ પણ ચાલી રહ્યુ છે. થાન નગરપાલિકાના પ્રમુખ વિજયભાઇ ભગત, ચીફ ઓફિસર હરીઓમભાઇ આચાર્ય, ઉપપ્રમુખ સુરૂભા રાણા વિકાસના કામોને ઝડપથી પૂરા કરવા માટે યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે.

થાનમાં નવો સીસી રોડ રૂપિયા 45 લાખના ખર્ચે બની રહ્યો છે./ભરત દવે