• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 7 વર્ષ જેલની સજા, 10 હજારનો દંડ

સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 7 વર્ષ જેલની સજા, 10 હજારનો દંડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાનજીક આવેલા ચિત્રાલાખા ગામે રહેતી 17 વર્ષની સગીરાને મૂળ લીંબડી તાલુકાનાં મૂળ બાળા ગામનો અને થાનમાં રહેતો રાજુભાઈ કોળી બે વર્ષ પહેલા લાલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદાથી ભગાડી લઇ ગયો હતો. સગીરાને રાજુ કોળીએ સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત અન્ય સ્થળોએ લઇ જઇ અંદાજે 4 માસ સુધી સગીરાની મરજી વિરૂદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. બનાવ સંદર્ભે સાયલા પોલીસ સ્ટેશનમાં 2 ફેબ્રુઆરી 2014માં ભોગ બનનાર સગીરાના પિતાએ રાજુ કોળી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી રાજુને ઝડપી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.

જે કેસ લીંબડીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દુષ્કર્મ કેસમાં ભોગ બનનારની જુબાની ફરિયાદી તથા 25 જેટલા સાહેદોની જુબાની સાંભળી અને તપાસી હતી. તદ્દઉપરાંત કેસમાં 30 થી વધુ દસ્તાવેજી પૂરાવા, સાયલા સરકારી હોસ્પિટલનાં તબીબનાં રિપોર્ટ અને રાજકોટ મેડિકલ કોલેજનાં રિપોર્ટ તપાસાયા હતા. જેમાં અંતે ન્યાયાધીશ એચ.બી.પાનેરીએ કેસનાં આરોપી રાજુભાઈ ભીમાભાઈ કોળીને 7 વર્ષની સખત કેદની સજા તથા રૂ. 10 હજાર દંડ ફટકારતો ચૂકાદો આપ્યો હતો. કેસમાં સરકારી વકીલ જે.વી.રાઠોડે ઉપસ્થિત રહી ધારદાર દલીલો રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...