• Gujarati News
  • ઝાલાવાડમાં ભાડુતી મહેમાનો ખતરારૂપ

ઝાલાવાડમાં ભાડુતી મહેમાનો ખતરારૂપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકસતાજતાં સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ મોટી સંખ્યામાં ભાડુઆતો રહી રહ્યાં છે. ત્યારે ક્લેકટરનો હુકમ હોવા છતાં જિલ્લામાં ભાડુઆતોની નોંધણી કે મકાન માલિકા ભાડે રાખનારાની નોંધ કરાવે તેવી કોઇ ઝુંબેશ કરવામાં આવતી નથી. પોલીસ પણ બાતમીના આધારા મકાન ભાડે આપનાર માલિકને ત્યાં છાપો મારે ત્યાં ભાડુઆતની પુરી વિગત માલિક પાસે પણ નથી હોત તો પોલીસ પાસે ક્યાંથી હોય આમ મકાન ભાડે આપનાર લોકોમાં જાગૃતિનો અભાવ અને ભાડુતી બારાતીઓની વધતી સંખ્યાનાં કારણે જિલ્લામાં દિવસે દિવસે ગુનાહિત પ્રવૃત્તિને વેગ સાપડ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફેકટરીઓ, કારખાનાઓ તેમજ નાના મોટા ઉદ્યોગો સહિતનો રાફડો ફાટ્યો છે. આથી જિલ્લામાં વસતા પરપ્રાંતિય ભાડુઆતોનાં કારણે ચોરી, લૂંટ અને ચીલઝડપ જેવા બનાવો બનતા રહે છે. હાલમાં તો ભાડાની લાલચે મકાન માલિકો કોઇ પૂછતાછ વગર આડેધડ ભાડુઆતને મકાનો ભાડે આપી રહ્યાં છે. જેમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં એન.આર.આઈ.ના મકાનોની જબાબદારી લેનારા લોકો કોઇપણ પંચાયતમાં નોંધ કરાવ્યા વિના મકાનો ભાડે ચડાવી દેવાય છે. ગામમાં નોંધણી વિનાના ભાડુઆતુઓની સંખ્યામાં વધારો થતો જાય છે.

ઘણા પોલીસ મથકોમાં ફરિયાદનાં શ્રીગણેશ થયા નથી !

નિયંત્રણ મૂકવાનું જરૂરી જણાતા આદેશ

ભાડેથીમકાનઆપતા મકાન માલિકો તેમજ આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ ઉપર નિયંત્રણ મૂકવાનું જરૂર હતું. ત્યારે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.કે.મહેતાએ જાહેરનામા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ભાડેથી મકાન આપતા મકાન માલિકોને મકાન ભાડે આપેલ વ્યકિતની માહિતી સબંધિત પોલીસ સ્ટેશનને આપવા આદેશ કર્યો છે.

જિલ્લાના કેટલાંકતાલુકા પોલીસ મથકોમાં મકાન ભાડે આપનાર માલિકો સામે કોઇ કાર્યવાહી હાથ ધરાતી નથી. ભાડાની લાલચે મકાન આપીને મકાન માલિકો ગ્રામ્યપંથકોમાં પરપ્રાંતિય લોકોને મોકળુ મેદાન કરી દે છે. લાભ લઇ ગામડાઓમાં સલામત સ્થળ માનીને ભાડુતી બાબુઓ ગુનાઓ કરી નાસી છૂટે છે. કેટલાંક પોલીસ મથકોમાં ભાડુઆતો સામે હજુ સુધી ફરિયાદના નોંધાઇ નથી.