તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી હૂમલામાં મોતને ભેટેલાઓને અંજલી અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર બંધને એક માસ થવા છતાં પરિસ્થિતિ જૈસે થે : તંત્ર લાપરવાહ હોવાના આક્ષેપ કરાયા

સુરેન્દ્રનગરમાં ખાડારાજના વિરોધમાં આજે કેન્ડલ માર્ચ અને મૌન રેલી

સુરેન્દ્રનગરમાંખાડારાજના વિરોધમાં તા. 10 જૂનના રોજ સમગ્ર શહેરે સજ્જડ બંધ પાળ્યો હતો. વાતને એક માસ થવા છતાં પરિસ્થિતિ સુધરી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે સિનિયર સીટીઝનો દ્વારા તા. 13ના રોજ સાંજે કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજી ગોકળગતિથી ચાલતા જીયુડીસીના કામનો વિરોધ કરવામાં આવશે. જયારે અંગે કલેકટર કચેરીમાં આવેદનપત્ર પણ સુપ્રત કરાશે.

સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી દ્વારા ગોકળગતીથી ચાલતા પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરના કામોથી બે લાખથી વધુની જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે. જેને લઇને તા. 10 જૂનના રોજ સમગ્ર શહેરે સજ્જડ બંધ પાળ્યો હતો. વાતને એક માસ કરતા વધુ સમય થવા છતાં હજુ પણ તંત્રના પેટનું પાણી હલતુ નથી. ત્યારે સિનિયર સિટિઝન કે.એન.રાજદેવ અને ઘનશ્યામભાઇ લાલજીભાઇ પરમાર દ્વારા તા.13ના રોજ કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરાયુ છે.

જેમાં સૌ પ્રથમ ખીજડીયા હનુમાન ચોકમાં આતંકવાદનો ભોગ બનેલા મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. ત્યાર બાદ હેન્ડલૂમ ચોકથી ટાવર, ટાવરથી જેલ ચોક, જેલચોકથી માઇમંદિર થઇને હેન્ડલૂમ સુધી કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજાશે.

ત્યારબાદ કલેકટર કચેરી ખાતે જીયુડીસીની કામગીરી 15 ઓકટોબર સુધીમા઼ પૂર્ણ થાય તે અંગે રજૂઆત પણ કરવામાં આવશે. રેલીમાં શહેરીજનો, વેપારીઓ, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવવા આહવાન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...