તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થોરીયાળી-મોરસલ ડેમ સૌની યોજના અંતર્ગત ભરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેમમાં પાણી આવતા ચાર તાલુકાના અનેક ગામોનો પીવાના પાણીની અને સિંચાઇનો પ્રશ્ન હલ થશે


સુરેન્દ્રનગરજિલ્લાના ધોળીધજા ડેમને બાદ કરતા મોટાભાગના ડેમો શિયાળામાં ખાલીખમ થઇ જતા હતા. ત્યારે જિલ્લાના ધારાસભ્યોની રજૂઆતોને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા ઝાલાવાડના થોરીયાળી અને મોરસલ ડેમને સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય કરાયો છે. 155 કરોડના ખર્ચે પાઇપલાઇન થકી આગામી ઉનાળા પહેલા બન્ને ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવનાર છે.

સૌની યોજના અંતર્ગત વડાપ્રધાન દ્વારા તાજેતરમાં બોટાદ, રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લામાં ડેમો નર્મદાના પાણીથી ભરવાનું આયોજન કરાયુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોમાસા સીવાયના સમયે ખાલી રહેતા ડેમો ભરવા માટે વઢવાણના ધારાસભ્ય વર્ષાબેન દોશી, લીંબડીના કિરીટસીંહ રાણા, ચોટીલાના શામજીભાઇ ચૌહાણ અને સંગઠ્ઠનના પદાધીકારીઓ દ્વારા રાજય સરકારમાં રજૂઆત કરાઇ હતી. જેને પગલે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ઝાલાવાડના થોરીયાળી અને મોરસલ ડેમ ભરવાનું આયોજન કરાયુ છે. જેમાં ધોળીધજા ડેમના ગોદાવરી ખાતે આવેલા લીંક 3 પમ્પીંગ સ્ટેશનથી 27 કિ.મી. દૂર આવેલ થોરીયાળી ડેમ અને ત્યાંથી 18 કી.મી. દૂર આવેલ મોરસલ ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવનાર છે. 155 કરોડના ખર્ચે થનાર કામ આગામી ઉનાળા પહેલા પૂર્ણ કરીને ડેમમાં નર્મદાના નીર ઠાલવાશે જેના લીધે સાયલા, ચોટીલા, વઢવાણ અને ચૂડા તાલુકાના 100થી વધુ ગામોના લોકોનો પીવાના પાણી અને સીંચાઇનો પ્રશ્ન હલ થનાર છે.

સૌની યોજના અંતર્ગત જિલ્લાના બે ડેમ ભરવા સાથે ચોટીલા, સાયલા, લીંબડી અને વઢવાણ તાલુકાના 35થી વધુ તળાવો પણ નર્મદાના નીરથી ભરવાનું આયોજન કરાયુ છે. જેમાં સાયલાના પ્રખ્યાત માન સરોવર તળાવનો પણ સમાવેશ કરાયો છે. ગામડાઓના તળાવ ભરાતા લોકોને તથા પશુપાલકોને મોટા અંશે રાહત થનાર છે.

નર્મદાનાકમાન્ડ એરીયા બહારના ગામોને પાણી મળશે

^સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ આવવા છતાં હજુ પણ અનેક ગામો કમાન્ડ એરીયા બહાર હતા. જેમાં વઢવાણ તાલુકાના મુંજપર, ખોલડીયાદ, રામપરા, ટુવા, નાના મઢાદ, મોટા મઢાદ, ફૂલગ્રામમાં નર્મદાના નીર પહોંચતા પીવાના પાણી અને સિંચાઇના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. > વર્ષાબેનદોશી, ધારાસભ્ય

જિલ્લાના 35થી વધુ તળાવો પણ પાણીથી છલોછલ કરાશે

આગામી ઉનાળા પહેલા ઝાલાવાડના બન્ને ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...