તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજુ વાવેતર ચાલુ છે, તમામ જમીનમાં વાવેતર થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં 2 લાખથી વધુ જમીન વાવેતર વિહોણી

કયા તાલુકામાં કેટલુ વાવેતર


સુરેન્દ્રનગરજિલ્લામાં વાવણીલાયક વરસાદ થઇ ગયા બાદ ખેડૂતો ખેતીકામમાં પરોવાઇ ગયા છે. છતાં જિલ્લામાં 2,04,271 હેકટર જમીનમાં વાવેતર કરવાનું બાકી છે. ખાસ કરીને કપાસના સૌથી વધુ વાવેતર માટે જાણીતા ઝાલાવાડમાં 1.83 લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરાયુ છે.

કપાસના ઉત્પાદનમાં દેશમાં જાણિતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ખાસ કરીને ચોમાસાના સમયમાં કપાસના પાકનું સૌથી વધુ વાવેતર કરતા હોય છે. તેમાં ખાસ કરીને જયાં પિયતની સગવડતા છે ત્યાંના ખેડૂતો આગોતરા વાવેતરનો પણ જુગાર ખેલી લેતા હોય છે. ત્યારે વર્ષે થોડા દિવસો પહેલા સમગ્ર જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઇ જતા ખેડૂતો કામે લાગી ગયા છે. જિલ્લાના 10 તાલુકાઓમાં 6,37,765 હેકટર જમીન વાવેતર વિસ્તાર છે. વર્તમાન સમયે 4,33,494 હેકટર જમીનમાં જુદા જુદા પાકનું વાવેતર થઇ ગયુ છે. પરંતુ તેમ છતાં હજુ પણ 2,04,271 હેકટર જમીનમાં ખેડૂતોને વાવેતર કરવાનું બાકી છે.

હવે જે જમીન વાવેતર વગરની પડી છે. ત્યાંના ખેડૂતો માટે બીટી કપાસનું વાવેતર મુશકેલ બની જશે. પરંતુ ઘણા વિસ્તારોમાં વાગડ કાલાનું વાવેતર થતુ હોય છે. ઉપરાંત ખાસ કરીને જિલ્લામાં એરંડાનું પણ સારૂ એવુ વાવેતર થવાની પણ શકયતાઓ સેવાઇ રહી છે.

^જિલ્લામાં ખાસ કરીને લીંબડી, પાટડી જેવા તાલુકાઓમાં ખારાપાટની જમીનમાં વરસાદ થયા બાદ ખેડૂતો વાવેતર કરતા હોય છે. હજુ વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યુ છે. તમામ જમીનોમાં વાવેતર થઇ જશે. > એચ.ડી.વાદી,ખેતીવાડીઅધિકારી

તાલુકા વાવેતર લાયક વાવેતર થયેલ જમીન જમીન

વઢવાણ57,54941,483

મૂળી58,77244,763

સાયલા58,58443,382

ચોટીલા53,68546,167

થાનગઢ14,31512,337

ચૂડા42,84734,610

લીંબડી83,25721,310

ધ્રાંગધ્રા93,74372,325

પાટડી1,25,29849,607

લખતર60,72550,103

{ જિલ્લાની 4.33 લાખ હેકટર જમીનમાં વાવેતર થયુ છે.

બીટી કપાસ ઉપરાંત જિલ્લામાં એરંડાનું પણ સારૂ એવું વાવેતર થવાની પણ શકયતાઓ સેવાઇ રહી છે

વાવણી | હવે ખેડૂતો વાગડ કાલા અને એરંડાનું વાવેતર કરશે, ઝાલાવાડમાં 1.83 લાખ હેકટરમાં કપાસનું વાવેતર

અન્ય સમાચારો પણ છે...